મુંબઈઃ સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમનો 70 ટકા ભાગ ઈતિહાસથી ભરેલો હોય છે... ભારતના રાજકીય અભ્યાસક્રમમાં પણ ઈતિહાસનું એટલું જ મહત્વ છે... જૂની ઘટનાઓ, નેતાઓના નિર્ણયો, નિવેદનો અને શાસકોના આધારે રાજકીય પાર્ટીઓનો એકબીજા પર આરોપ કરવાનો ઈતિહાસ જૂનો છે... જેમાં હાલ ઔરંગઝેબ વર્સિસ શિવાજી મહારાજના નામે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે... ત્યારે શું છે સમગ્ર મામલો?... જોઈશું આ રિપોર્ટમાં...
ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતના જાદુઈ ચિરાગમાંથી ફરી એકવાર ઔરંગઝેબ બહાર આવી ગયો છે... 5 મહિનામાં આ ત્રીજીવાર છે જ્યારે સંજય રાઉત ઔરંગઝેબના બહાને બીજેપી પર નિશાન સાધી રહ્યા છે... ગુજરાતને ફરી એકવાર ઔરંગઝેબની જન્મભૂમિ ગણાવી રહ્યા છે... અને પોતાને છત્રપતિ શિવાજી મહારાજની ફેન ક્લબના સભ્ય હોવાનો દાવો કરે છે....
હકીકતમાં 22મી જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રના પુણે પ્રવાસે આવ્યા હતા... વિધાનસભાની ચૂંટણીના પગલે પદાધિકારીઓની મોટી બેઠક બોલાવવામાં આવી હતી... મંચ પર શિવાજી મહારાજની પ્રતિમા લાગેલી હતી.... અને આ સમયે તેમણે ઉદ્ધવ ઠાકરેને ઔરંગઝેબની ફેન ક્લબના કેપ્ટન ગણાવ્યા હતા.
આ પણ વાંચોઃ Cyclone Update: થઈ જાવ સાવધાન! આવવાનું છે ચક્રવાતી તોફાન, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી
સંજય રાઉતના મુખેથી ઔરંગઝેબનું નામ કંઈ પહેલીવાર નીકળ્યું નથી... આ વર્ષે માર્ચ અને મે મહિનામાં ઔરંગઝેબના બહાને બીજેપી સરકાર પર નિશાન સાધ્યું હતું...
એક સમય હતો જ્યારે આ બંને પાર્ટી એકસાથે હતી... પરંતુ હવે બંનેના માર્ગ અલગ થઈ ગયા છે... બીજેપી અને ઉદ્ધવ જૂથની શિવસેનની અદાવત ભલે બે વર્ષ જૂની હોય... પરંતુ રાજકીય કડવાશમાં કોઈ ઉણપ નથી... 2024ની લોકસભાની ચૂંટણીના પરિણામોએ ઉદ્ધવની પાર્ટીમાં નવો જોશ ભરી દીધો છે... ત્યારે આવનારી ચૂંટણી પહેલાં બંને પાર્ટીઓ વચ્ચે આવા પ્રહાર જોવા મળશે તે નક્કી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે