Home> World
Advertisement
Prev
Next

10-15 વર્ષ નહીં, 84 વર્ષ સુધી એક જ કંપનીમાં કામ કરીને એક વ્યક્તિએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

જો નોકરી પ્રાઈવેટ હોય તો લોકો તેને ઝડપથી બદલી નાખે છે અને સારો પગાર અને સારી જગ્યા મેળવે છે. ખાસ કરીને આજની યુવા પેઢી દર બે વર્ષે નોકરી બદલે છે.

10-15 વર્ષ નહીં, 84 વર્ષ સુધી એક જ કંપનીમાં કામ કરીને એક વ્યક્તિએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

Guinness World record: નોકરી જો પ્રાઇવેટ હોય તો લોકો ફટાફટ ચેન્જ કરી સારો પગાર અને પોઝિશન હાસિલ કરી લેતા હોય છે. ખાસ કરી આજની જનરેશનમાં લોકો એક-બે વર્ષમાં નોકરી બદલી લેતા હોય છે. તમે પણ 10-15 વર્ષનો સૌથી લાંબો સમય કોઈ કંપનીમાં કામ કર્યું હશે, પરંતુ એક વ્યક્તિ એવી છે જેણે 84 વર્ષ સુધી એક જ કંપનીમાં કામ કર્યું. આ સાથે તેણે વિશ્વમાં સૌથી વધુ સમય સુધી એક જ કંપનીમાં કામ કરવાનો રસપ્રદ રેકોર્ડ બનાવ્યો.

fallbacks

84 વર્ષ સુધી એક જ કંપનીમાં કર્યું કામ
બ્રાઝીલના વોલ્ટર ઓર્થમને 84 વર્ષ સુધી એક કંપનીમાં કામ કરી પોતાનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરી લીધું છે. વોલ્ટર ઓર્થમને 84 વર્ષ સુધી એક ટેક્સટાઇલ કંપનીમાં કામ કર્યું. પ્રથમ નોકરીથી લઈને નિવૃત્તિ સુધી એક કંપનીમાં કામ કરતા રહ્યાં. 15 વર્ષની ઉંમરમાં તેમણે 17 જાન્યુઆરી 1938ના ટેક્સટાઇલ કંપની ઈન્ડસ્ટ્રિયાસ રેનોક્સમાં નોકરી જોઈન કરી હતી. 

આ પણ વાંચોઃ OMG! અઢી લાખ યુવાઓને કાઢી મૂકશે અમેરિકા? યાદીમાં સૌથી વધુ ભારતીયોના નામ

વર્ષો બદલ્યા, કંપનીનું નામ બદલ્યું, પણ યથાવત રહ્યાં વોલ્ટર
ઈન્ડસ્ટ્રિયાસ રેનોક્સ કંપનીનું નામ બદલી રેનોક્સ વ્યૂ થઈ ગયું. કંપનીના અધિકારીઓ બદલાતા રહ્યાં, પરંતુ એક વ્યક્તિ કંપનીમાં યથાવત રહ્યાં તે છે વોલ્ટર. સેલ્સમેન તરીકે કંપનીમાં નોકરી કરવા આવેલા વોલ્ટરને જલ્દી પ્રમોશન આપવામાં આવ્યું અને તે સેલ્સ મેનેજર બની ગયા. ત્યારબાદ તે એક કંપનીમાં એક જ પોસ્ટ સેલ્સ મેનેજર તરીકે કામ કરી રહ્યાં છે. 

બની ગયો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ
છેલ્લા 84 વર્ષથી તે કંપનીમાં કામ કરી રહ્યાં છે, જે સૌથી લાંબા સમય સુધી એક કંપનીમાં કામ કરવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ છે. આ પહેલા એક કંપનીમાં આટલો લાંબો સમય પસાર કરનાર કોઈ રહ્યું નથી. અભ્યાસમાં હોશિંયાર વોલ્ટરે 15 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તાજેતરમાં જ વોલ્ટરે તેનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ રેકોર્ડ પર વોલ્ટરે કહ્યું કે તે ભવિષ્ય કે ભૂતકાળ વિશે વધારે વિચારતો નથી, ન તો તે વધારે પ્લાનિંગ કરે છે, તે દરેક દિવસને એક પડકાર તરીકે લે છે. આ તેની સફળતાનું સૌથી મોટું રહસ્ય છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More