Home> India
Advertisement
Prev
Next

Caste census: જાતિગત વસ્તી ગણતરી કરાવશે મોદી સરકાર, કેબિનેટની બેઠકમાં લેવાયો સૌથી મોટો નિર્ણય

Centre announces caste census: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી. આ ઉપરાંત, તેમણે આજે કેબિનેટ બેઠક યોજી હતી અને રાજકીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠક પણ યોજી હતી. એટલું જ નહીં, નરેન્દ્ર મોદીએ આર્થિક બાબતોની સમિતિની બેઠક પણ બોલાવી.

Caste census: જાતિગત વસ્તી ગણતરી કરાવશે મોદી સરકાર, કેબિનેટની બેઠકમાં લેવાયો સૌથી મોટો નિર્ણય

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જાતિ જનગણના કરાવવાનો નિર્ણય કર્યો છે. તેની જાણકારી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટની બેઠક બાદ આપી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે કોંગ્રેસે હંમેશાથી જાતિગત જનગણનાનો વિરોધ કર્યો છે. દિવંગત પૂર્વપીએમ મનમોહન સિંહે 2010મા સંસદમાં કહ્યું હતું કે તેના પર વિચાર કરવામાં આવશે, પરંતુ તેના પર અમલ ન થયો પરંતુ એક સર્વે કરાવવામાં આવ્યો. ત્યારબાદ પણ જાતિગત જનગણના વિષયને વિપક્ષી નેતાઓએ પોતાના ફાયદા વિશે ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું કે ઘણા રાજ્યોએ જાતિઓની ગણના કરી છે, પરંતુ આ કેન્દ્રીય યાદીનો વિષય છે. ઘણા રાજ્યોએ આ કામ સારી રીતે કર્યું છે, પરંતુ ઘણી જગ્યાએ વ્યવસ્થિત કામ થયું નથી.

fallbacks

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. બુધવારે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તમામ નિર્ણયોની માહિતી આપી. શિલોંગથી સિલચર સુધી હાઇ-સ્પીડ કોરિડોર હાઇવે બનાવવામાં આવશે. 22 હજાર કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ 166.8 કિલોમીટર લાંબો હશે. આનાથી આસામને મેઘાલય સાથે સીધું જોડવાનું સરળ બનશે. આનાથી ઉત્તર-પૂર્વ રાજ્યો વચ્ચે જોડાણમાં સુધારો થશે. આ ઉપરાંત, સરહદી વિસ્તારોમાં વ્યૂહાત્મક લાભ પણ મળશે. શેરડીની એમએસપી 355 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હશે. તેમણે કહ્યું કે આજે શેરડીનું ઉત્પાદન 173 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. આ રીતે જોવામાં આવે તો બમણી એમએસપી નક્કી કરવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારત સરકારે નિર્ણય લીધો છે કે આગામી વસ્તી ગણતરીમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો સમાવેશ કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને ભારત ગઠબંધને ફક્ત પોતાના ફાયદા માટે જાતિ આધારિત વસ્તી ગણતરીને મર્યાદિત કરી છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ સરકારોએ જાતિગત વસ્તી ગણતરીનો વિરોધ કર્યો છે. 1947 થી જાતિગત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી નથી. કોંગ્રેસે જાતિગત વસ્તી ગણતરીને બદલે જાતિ સર્વેક્ષણ કરાવ્યું. યુપીએ સરકાર દરમિયાન, ઘણા રાજ્યોએ રાજકીય દ્રષ્ટિકોણથી જાતિ સર્વેક્ષણો કર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More