Government revamps National Security Advisory Board: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે બુધવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડનું પુનર્ગઠન કર્યું છે. પૂર્વ RAW ચીફ આલોક જોશીને આ બોર્ડની કમાન સોંપવામાં આવી છે.
કોણ છે આલોક જોશી?
આલોક જોશીને દેશની સુરક્ષા સંબંધિત બાબતોની ઊંડી સમજ અને જાણકારી છે. તેમણે 2012 થી 2014 સુધી RAW ના વડા તરીકે સેવા આપી હતી. આ પછી તેમણે 2015થી 2018 સુધી NTRO ના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.
18 મેથી 18 મહિના સુધી આ રાશિઓની મોજ, 18 વર્ષ બાદ શનિના ઘરમાં રાહુના ગોચરથી થશે રૂપિયાનો વરસાદ!
પાકિસ્તાન સાથે ખાસ કનેક્શન
તેમણે પાકિસ્તાન અને નેપાળમાં ઘણા મહત્વપૂર્ણ ઓપરેશનો અંજામ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત બોર્ડમાં 7 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ત્રણ નિવૃત્ત સૈન્ય અધિકારીઓ, બે નિવૃત્ત IPS અધિકારીઓ અને એક નિવૃત્ત ભારતીય વિદેશ સેવા અધિકારીનો સમાવેશ થાય છે. તેમાં વેસ્ટર્ન એર કમાન્ડના પૂર્વ ચીફ એર માર્શલ પીએમ સિંહા, દક્ષિણી આર્મી કમાન્ડના પૂર્વ ચીફ લેફ્ટનન્ટ જનરલ એકે સિંહ અને નિવૃત્ત રીઅર એડમિરલ મોન્ટી સન્નાની સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.
બોર્ડમાં ઘણા લોકોનો કરાયો સમાવેશ
ભારતીય પોલીસ સેવામાંથી નિવૃત્ત રાજીવ રંજન વર્મા અને મનમોહન સિંહને પણ આ બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે વિદેશ સેવાના પૂર્વ અધિકારી બી. વેંકટેશ વર્માને પણ તેના સભ્ય બનાવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે તેમના નિવાસસ્થાન પર સુરક્ષા મામલોની કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS)ની બેઠક યોજાઈ હતી.
New Tax Regimeમાં પણ મળશે હોમ લોન પર છૂટનો ફાયદો! આ રીતે બચાવી શકો છો 2 લાખ
બીજી વખત PM નિવાસસ્થાન પર સીસીએસની બેઠક
આ મહત્ત્વપૂર્ણ બેઠક 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા પરિસ્થિતિ અને ભવિષ્યની કાર્યવાહી અંગે ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી હતી. રાષ્ટ્રીય સુરક્ષા અંગે નિર્ણય લેતી ટોચની સમિતિની બેઠક બીજી વખત વડાપ્રધાનના નિવાસસ્થાને બોલાવવામાં આવી હતી. CCS બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને નાણામંત્રી નિર્મલા સીતારમણ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA) અને આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)ની બેઠકો યોજાઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે