Home> India
Advertisement
Prev
Next

પત્નીને ફોન કરીને કહ્યું મને કોરોના થયો છે, દોઢ મહિના બાદ પ્રેમિકા સાથે મળ્યો

લગભગ દોઢ મહિના બાદ વ્યક્તિને વિશે ખબર પડી છે. તે મધ્ય પ્રદેશના ઇંદોરમાં પોતાની પ્રેમિકા સાથે રહેતો હતો. આ વાતની જાણકારી શુક્રવારે મહારાષ્ટ્રની નવી મુંબઇ પોલીસે આપી છે.

પત્નીને ફોન કરીને કહ્યું મને કોરોના થયો છે, દોઢ મહિના બાદ પ્રેમિકા સાથે મળ્યો

નવી દિલ્હી: આપદાને અવસર શોધવાને કદાચ આને કહી શકીએ...24 જુલાઇના રોજ એક વ્યક્તિ મુંબઇના વાશીથી ગુમ થયો હતો. આ પહેલાં તેણે પોતાની પત્નીને જણાવ્યું કે તે કોરોના પોઝિટિવ છે. લગભગ દોઢ મહિના બાદ વ્યક્તિને વિશે ખબર પડી છે. તે મધ્ય પ્રદેશના ઇંદોરમાં પોતાની પ્રેમિકા સાથે રહેતો હતો. આ વાતની જાણકારી શુક્રવારે મહારાષ્ટ્રની નવી મુંબઇ પોલીસે આપી છે.

fallbacks

એક પરણિત યુવક મનીષ મિશ્રાની નવી મુંબઇની પોલીસે ઇન્દોરથી ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર તે નવી મુંબઇના તલોજાનોરહેવાસી છે. મનીષ 24 જુલાઇના રોજ કામ પર જવા માટે ઘરેથી નિકળ્યો હતો. તે રાત્રે લગભગ 10:30 વાગે તેને પત્નીને ફોન કરીને કહ્યું કે તેને કોરોના થઇ ગયો છે. મનીષે કહ્યું કે કોરોનાના કારણે હવે તેની બચવાની આશા નથી. 

કલાકોમાં જ Google Play Store પર ફરીથી ઉપલબ્ધ થઇ ગઇ Paytm

આટલું કહીને મનીષે મોબાઇલ બંધ કરી દીધો હતો. ત્યારબાદ તેની બાઇક વાશીના સેક્ટર 17માં ખાડી પુલ પાસેથી મળી હતી. સાથે જ વોલેટ અને બેગ પણ મળી હતી. તેથી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે તેણે આત્મહત્યા કરી છે. 

સ્વજને 25 જુલાઇ 2020ના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જ્યારે પોલીસે તેના મોબાઇલનું લોકેશન ટ્રેસ કર્યું તો તે ઇન્દોરના ભંવરકુવા વિસ્તારમાં હોવાના સમાચાર મળ્યા. ત્યાં તેની પ્રેમિકાનું ઘર છે. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More