શ્રીનગર: સેનાને પુરાવા મળ્યા છે કે તેના જવાનોએ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં એક અથડામણમાં સશસ્ત્ર સેના વિશેષાધિકાર કાનૂન (અફસ્પા)ના હેઠળ મળેલી શક્તિઓનું ઉલ્લંઘન કર્યું છે. આ સંબંધમાં અનુશાસનાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી. આ વર્ષે જુલાઇમાં આ મુઠભેડ થઇ હતી અને તેમાંથી ત્રણ લોકો મૃત્યું પામ્યા હતા. દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના અમશીપુરા ગામમાં સેનાએ 18 જુલાઇના રોજ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યાનો દાવો કર્યો હતો.
4 અઠવાડિયાની અંદર તપાસ પુરી
શ્રીનગરમાં રક્ષા પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ કહ્યું કે આતંકવાદી વિરોધી અભિયાનો દરમિયાન નૈતિક આચરણ માટે પ્રતિબદ્દહ સેનાએ સોશિયલ મીડિયા પર સામે આવે તે રિપોર્ટો બાદ તપાસ શરૂ કરી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે જમ્મૂના રાજૌરી જિલ્લાના રહેવાસી ત્રણ વ્યક્તિ અમશીપુરાથી ગુમ થયો હતો. તપાસના ચાર અઠવઍડિયાની અંદર પુરી લીધી હતી.
અફસ્પાનું ઉલ્લંઘન
સેનાએ એક સંક્ષિપ્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નિશ્વિત સાક્ષી સામે આવ્યા જે દર્શાવે છે કે અભિયાન દરમિયાન અફસ્પા 1990 હેઠળ નિહિત શક્તિઓનો દુરઉપયોગ કરવામાં આવ્યો અને હાઇકોર્ટ દ્રારા સ્વિકૃત અસેના પ્રમુખ તરફથી નિર્ધારિત નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. તેના અનુસાર પરિણામ સ્વરૂપ, સક્ષમ અનુશાસન જોગવાઇએ પ્રથમ દ્વષ્ટિએ જવાદેહ મળી આવેલા સૈનિકો વિરૂદ્ધ સેના અધિનિયમ હેઠળ અનુશાસનાત્મક કાર્યવાહી શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે