નવી દિલ્હી : આજે નવરાત્રિનું છઠ્ઠું નોરતુ છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે માતાના છઠ્ઠા સ્વરૂપ કાત્યાયની માતાની પૂજા થાય છે. માતા કાત્યાયનીના સ્વરૂપને કરુણામયી માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર, મા દુર્ગાએ કાત્યાયનીનું સ્વરૂપ પોતાના ભક્તોની તપસ્યાને સફળ બનાવવા માટે લીધું હતું.
મહર્ષિ કાત્યાયનની વર્ષોની તપસ્યાનું રૂપ છે કાત્યાયની
ધાર્મિક ગ્રંથો અનુસાર, મહર્ષિ કાત્યાયને વર્ષો સુધી માતાની આરાધના કરી હતી. કાત્યાયનની આરાધનાથી પ્રસન્ન થઈને માતાએ તેમને પુત્રીના રૂપમાં જન્મ લેવાનું વરદાન આપ્યું હતું. જેના બાદ માતાએ મહર્ષિના ઘરે જન્મ લીધો હતો. મા કાત્યાયનીને મહિષાસુર મર્દિની પણ કહેવામાં આવે છે.
આવી રીતે કરો ઉપાસના :
'या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:॥
આ શ્લોકનો અર્થ છે - હે મા, સર્વત્ર બિરાજમાન અને શક્તિ-રૂપિણી પ્રસિદ્ધ અમ્બે, તમને મારા શત શત પ્રણામ છે
આ કલરના કપડા પહેરો
આ દિવસે જો લાલ કપડા પહેરો, તો બહુ જ શુભ કહેવાશે. આ રંગ સફલતા, ઉત્સાહ, શક્તિ, સૌભાગ્ય તેમજ તાકાતની દર્શાવે છે. જે લોકોને આ રંગ બહુ જ પસંદ હોય છે, તે વિશાળ હૃદયના સ્વામી, ઉદાર ઉત્તમ ગુણવાળા હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે