નવી દિલ્હી : રસ્તા પર ક્વોલિટીને વધારે સારી બનાવવાના પ્રયાસ હેઠળ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અંતર્ગત નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ દેશના રાજમાર્ગોના પર્ફોમન્સ એસેસમેન્ટ અને તેના રેન્કિંગનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય રાજમાર્ગોનાં ઓડિટ અને તેના રેન્કિંગ દ્વારા માર્ગોની ક્વોલિટીને સુધારવામાં મદદ મળશે. જેના કારણે હાઇવે પર આવતા જતા યાત્રીઓને સારી સુવીધા મળી શકશે.
કોરોના ઇફેક્ટઃ કોલકત્તા એરપોર્ટે મુંબઈ, અમદાવાદ સહિત છ શહેરોથી ફ્લાઇટ પર લગાવ્યો પ્રતિબંધ
જેના માટે એસેસમેન્ટનાં માનક અલગ અલગ આંતરરાષ્ટ્રીય કાર્યપ્રણાલી અને સ્ટડીઝ પર આધારિત હશે જેના કારણે ભારત સંબંધિત રાજમાર્ગોને વધારે સારા બનાવવામાં આવી શકે. એસેસમેન્ટ ક્રાઇટેરિયામાં વહેંચવામાં આવ્યા છે. જેમાં હાઇવેની ક્ષમતા (45%) , હાઇવેની સુરક્ષા 35 %, અને યુઝર સર્વિસ 20 % નો સમાવેશ કરવામાં આવ્યો છે. એસેસમેન્ટના પરિણામોના આધારે ઓથોરિટી એક વિસ્તૃત વિશ્લેષણ કરશે અને નિશ્ચિત કરશે કે સમગ્ર રીતે સર્વિસ વધારે સારી બનાવવા માટે તેમણે શું કામ કરવાની જરૂર છે.
#ZeeNewsWorldExclusive: સમુદ્રમાં ચીનની ઘેરાબંધી, અંડમાનમાં P8i એરક્રાફ્ટ તૈનાત
આ ઉપરાંત ઓપરેટિંગ સ્પીડ, એક્સેસ કંટ્રોલ, ટોલ પ્લાઝા પર સમય, રોડ માર્કિંગ, એક્સીડેન્ટ રેટ ક્રેશ બેરિયર્સ, ટ્રાફીક મેનેજમેન્ટ સિસ્ટમ જેવા માનકોને સફાઇ, પ્લાન્ટેશન અને ગ્રાહકોની સંતુષ્ટીને પણ એસેસમેન્ટમાં રાખવામાં આવશે. આ એસેસમેન્ટથી યાત્રીઓ માટે સેવાઓને વધારે સારી બનાવવાની સાથે જ એનએચએનાં બીજા પ્રોજેક્ટની ડિઝાઇન, સ્ટાન્ડર્ડ, કાર્યપ્રણાલી, ગાઇડલાઇન અને કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટને પણ સુધારવામાં મદદ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે