નવી દિલ્હીઃ ભારતમાં રેલવે અને રક્ષા મંત્રાલય બાદ સૌથી વધુ જમીન જો કોઈ પાસે છે તો તે વક્ફ બોર્ડ પાસે છે. અલ્પસંખ્યક કલ્યાણ મંત્રાલયે ડિસેમ્બર 2022મા લોકસભાને જાણકારી આપી હતી તે અનુસાર વક્ફ બોર્ડની પાસે 8,65,644 અચલ સંપત્તિઓ છે. લગભગ 9.4 લાખ એકર વક્ફની જમીનોની અંદાજિત કિંમત 1.2 લાખ કરોડ છે. બિન સરકારી સંસ્થા તરીકે દેશમાં વક્ફ પાસે સૌથી વધુ જમીન છે. વક્ફની પાસે એટલી જમીન છે જેમાં દિલ્હી જેવા ત્રણ શહેર વસી શકે. આ વક્ફ બોર્ડ સાથે જોડાયેલું બિલ સરકારે આજે સંસદમાં રજૂ કર્યું છે. જેના પર ચર્ચા થઈ રહી છે. ઘણી પાર્ટીઓ અને મુસલમાનોનો એક વર્ગ આ બિલના વિરોધમાં છે.
કયા રાજ્યોમાં વક્ફની કેટલી જમીન
ભારતના દરેક રાજ્યમાં એક વક્ફ બોર્ડ હોય છે જે વક્ફની સંપત્તિઓનું નિયંત્રણ કરે છે. દેશના પાંચ રાજ્યોમાં વક્ફ પાસે સૌથી વધુ સંપત્તિઓ છે અને આ રાજ્ય છે- ઉત્તર પ્રદેશ, તેલંગણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ.
એકલા હૈદરાબાદમાં વક્ફની 77,000 મિલકતો છે, તેથી જ આ શહેરને ભારતની વક્ફ રાજધાની કહેવામાં આવે છે.
તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં વક્ફની 1.2 લાખ મિલકતો છે. તેલંગાણાનું વકફ બોર્ડ દેશનું સૌથી ધનિક વકફ બોર્ડ છે.
ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે આવે છે. જ્યાં તેમની પાસે 1.5 લાખ વકફ પ્રોપર્ટી છે.
બેંગલુરુ, ગુલબર્ગા, બિદર, કર્ણાટકમાં 30,000 થી વધુ વક્ફ મિલકતો.
કોલકાતા, મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક મસ્જિદો અને કબરો.
આ પણ વાંચોઃ વક્ફ સંશોધન બિલ લોકસભામાં રજૂ, કિરેન રિજિજૂએ જણાવ્યું કેમ જરૂરી છે આ બિલ
સૌથી મૂલ્યવાન વક્ફ સંપત્તિવાળા રાજ્ય
હૈદરાબાદ (તેલંગાણા)
દિલ્હી
અજમેર (રાજસ્થાન)
મુંબઈ (મહારાષ્ટ્ર)
સૌથી ચોંકવનારી વાત છે કે દુનિયાના ઘણા એવા ઇસ્લામિક દેશ પણ છે જ્યાં વક્ફ નથી. આ દેશ છે
તુર્કી
લિબિયા
ઇજિપ્ત
સુદાન
લેબનોન
સીરિયા
જોર્ડન
ઈરાક
ટ્યુનિશિયા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે