Post Office Schemes: ભારતમાં પોસ્ટ ઓફિસ સેવાઓને 251 વર્ષ થઈ ગયા છે. દેશમાં પ્રથમ પોસ્ટ ઓફિસની સ્થાપના 31 માર્ચ 1774ના કોલકત્તામાં થઈ હતી. આજે પોસ્ટ ઓફિસ ડાક સેવાઓની સાથે ઘણી બેન્કિંગ સેવાઓ આપી રહી છે. એટલું જ નહીં પોસ્ટ ઓફિસની કેટલીક સ્કીમ તો એવી છે જ્યાં બેંકોની તુલનામાં વધુ વ્યાજ મળી રહ્યું છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ વિશે જણાવીશું, જેમાં રોકાણ પર તમે દર મહિને કમાણી કરી શકો છો. જો તમે આ સ્કીમમાં રોકાણ કરો છો તો તમને દર મહિને 5550 રૂપિયાનું ફિક્સ વ્યાજ મળે છે. આવો જાણીએ.
MIS સ્કીમ પર મળી રહ્યું છે 7.4 ટકા વાર્ષિક વ્યાજ
પોસ્ટ ઓફિસની MIS (માસિક આવક યોજના) એ એક એવી યોજના છે જેમાં રોકાણ ફક્ત એક જ વાર કરવું પડે છે એટલે કે એકમ રકમ અને વ્યાજના નાણાં દર મહિને તમારા ખાતામાં આવતા રહે છે. આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં, તમે ઓછામાં ઓછા રૂ. 1000 સાથે ખાતું ખોલાવી શકો છો. MIS સ્કીમમાં વધુમાં વધુ રૂ. 9 લાખ જમા કરાવી શકાય છે. આ યોજના હેઠળ સંયુક્ત ખાતામાં વધુમાં વધુ 15 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. સંયુક્ત ખાતામાં વધુમાં વધુ 3 લોકો ઉમેરી શકાય છે. હાલમાં, પોસ્ટ ઓફિસની MIS સ્કીમ પર 7.4 ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે, જે દર મહિને ચૂકવવામાં આવે છે.
આ પણ વાંચોઃ Buy Share: મ્યુચ્યુઅલ ફંડે ખરીદ્યા આ કંપનીના 622370000 રૂપિયાના શેર, રોકેટ બન્યો શેર
ખાતામાં દર મહિને આવશે 5550 રૂપિયાનું ફિક્સ વ્યાજ
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના 5 વર્ષના લોક-ઇન સમયગાળા સાથે આવે છે. જો કે, કેટલાક પ્રતિકૂળ સંજોગોમાં, તમે ખાતું બંધ કરી શકો છો અને તમામ પૈસા ઉપાડી શકો છો. MIS યોજના હેઠળ ખાતું ખોલવા માટે, તમારી પાસે પોસ્ટ ઓફિસ બચત ખાતું પણ હોવું આવશ્યક છે. જો તમે આ સ્કીમમાં 9 લાખ રૂપિયા જમા કરાવો છો, તો તમને 5 વર્ષ સુધી દર મહિને 5550 રૂપિયાનું નિશ્ચિત અને ગેરંટી વ્યાજ મળશે. 5 વર્ષ પૂરા થયા પછી, તમારા દ્વારા જમા કરાયેલા સમગ્ર 9 લાખ રૂપિયા તમારા ખાતામાં પરત કરવામાં આવશે. આ સાથે, તમને 5 વર્ષમાં 5550 રૂપિયા પર કુલ 3,33,000 રૂપિયાનું વ્યાજ પણ મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે