Rajasthan News: રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં લગભગ અઢી વર્ષ પહેલા બનેલા ડબલ મર્ડર કેસમાં કોર્ટે હત્યાના આરોપી તાંત્રિકને આકરી સજા સંભળાવી છે. તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અને તેને સજા સંભળાવનાર જજે પણ ગંભીર ટીપ્પણી કરી છે. તેમનું કહેવું છે કે આવી ઘટના પછી હળવાશ ન દાખવી શકાય. વાસ્તવમાં, એક તાંત્રિકે અવૈધ સંબંધોના કારણે એક યુવક અને યુવતીની ઘાતકી હત્યા કરી હતી અને પછી લાશને જંગલમાં છોડી દીધી હતી. આ મામલો વર્ષ 2022ના નવેમ્બર મહિનાનો છે અને ગોગુંડા પોલીસ સ્ટેશને આ કેસની તપાસ હાથ ધરી છે.
પશ્ચિમી વિક્ષોભ ગુજરાત સહિત આ રાજ્યોમાં મચાવશે તબાહી! 50 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન
પોલીસે જણાવ્યું કે પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી ચતર સિંહ મીણાએ 18 નવેમ્બરે આ કેસ નોંધાવ્યો હતો. તેમનો પુત્ર રાહુલ મીણા 15 નવેમ્બરથી ગુમ હતો અને નજીકની સરકારી શાળામાં શિક્ષક હતો. પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે રાહુલની લાશ કેલાબાવાડી વિસ્તારના જંગલમાં પડી હતી અને લાશ નગ્ન હાલતમાં હતી. ત્યાં એક યુવતીની લાશ પણ પડી હતી. બાદમાં ખબર પડી કે તેનું નામ સોનુ કંવર છે. રાહુલના પિતાએ પોલીસને તાંત્રિક ભાલેશ અંગે જાણ કરી હતી. પોલીસે તરત જ તેની ધરપકડ કરી હતી. તે ભાગવાની તૈયારી કરી રહ્યો હતો.
રામ નવમી પર કરો આ 5 ચીજોનું દાન, વધશે યશ-કીર્તિ અને માન-સમ્માન!
તેમણે પોલીસને જણાવ્યું કે સોનુ તેમના આશ્રમમાં જતી હતી અને બંને વચ્ચે પાંચ વર્ષથી સંબંધ હતો. પરંતુ આ દરમિયાન રાહુલ તાંત્રિકને મળવા લાગ્યો અને સોનુ અને રાહુલ સંપર્કમાં આવ્યા. હવે સોનુએ તાંત્રિક ભાલેશને મળવાનું બંધ કરી દીધું. બાદમાં તાંત્રિક ભાલેશે રાહુલને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને કહ્યું હતું કે જો તે સોનુને નહીં છોડે તો તે રાહુલના પરિવારને સોનુ અને રાહુલ વચ્ચેના ગેરકાયદેસર સંબંધો વિશે જણાવી દેશે.
સરકારી કર્મચારીઓનો પગાર થઈ શકે છે ડબલ, 8મા પગાર પંચને લઈને મહત્વપૂર્ણ અપડેટ
તે દરમિયાન સોનુએ પણ એક ચાલ કરી. તેણીએ તાંત્રિકને ધમકાવવાનું શરૂ કર્યું અને કહ્યું કે જો તે સોનુ અને રાહુલ વચ્ચેના સંબંધો વિશે રાહુલના પરિવારને કહેશે તો તે પોતાના અને તાંત્રિક વચ્ચેના સંબંધો વિશે બધાને કહેશે અને તેને કેસમાં ફસાવી દેશે. જેના કારણે તાંત્રિક ભાલેશ ડરી ગયો અને તેણે બંનેને રસ્તામાંથી હટાવવાનું કાવતરું શરૂ કર્યું.
હવે તમે ઘરે બેસીને પણ મોબાઈલથી જ કરી શકો છો સારી કમાણી! જાણો શું છે આ સ્માર્ટ ટેકનિક
તાંત્રિકે સોનુ અને રાહુલને વચ્ચે શાંતિ કરાવવાના ઈરાદાથી જંગલમાં બોલાવ્યા અને પોતે પણ ત્યાં પહોંચી ગયો. ત્યાં તેમણે બન્નેને કહ્યું કે તે તેમની સામે જ શરીરસુખ માણે. બન્ને જણાં આ વાતને લઈને સંમત પણ થઈ ગયા અને તાંત્રિકની સામે સંબંધો બાંધ્યા. પરંતુ તે દરમિયાન તાંત્રિકે તેમની ઝોળીમાંથી એક ડબ્બી કાઢી, જેમાં પહેલાથી જ ફેવિક્વિકથી ભરેલી હતી. તેણે તેને બંનેના શરીર પર નાખી દીધું, જેના કારણે બંને જણા ચોંટી ગયા. ત્યારબાદ તાંત્રિકે બન્ને જણાના માથા અને ગર્દન પર ચાકુ અને પથ્થરથી વાર કરીને હત્યા કરી નાંખી.
યુવાનો માટે હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં કામ કરવાનો સૌથી સુવર્ણ અવસર! આ પદો પર વેકેન્સી
પોલીસે જણાવ્યું કે તાંત્રિક ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સમયસર તેને ઝડપી લેવામાં આવ્યો. કોર્ટે હવે તેને આજીવન કેદની સજા ફટકારી છે. પોલીસે આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ન્યાય અપાવ્યો હતો. કોર્ટે પણ વહેલી તકે નિર્ણય સંભળાવ્યો છે. આ ઉપરાંત 4 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે