Home> Spiritual
Advertisement
Prev
Next

Hanuman Janmotsav 2025: હનુમાન જન્મોત્સવ પર આ વસ્તુઓનું દાન કરવાથી સુધરશે આર્થિક સ્થિતિ, હનુમાનજી થશે પ્રસન્ન

Hanuman Janmotsav 2025: હિંદુ ધર્મમાં હનુમાન જન્મોત્સવને ધામધૂમથી ઉજવવામાં આવે છે. ચૈત્ર માસની પૂનમની તિથિ પર હનુમાન જયંતિ ઉજવાય છે. આ વર્ષે 12 એપ્રિલે આ ઉજવણી થશે. આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી હનુમાનજીના આશીર્વાદ મળે છે.
 

Hanuman Janmotsav 2025: હનુમાન જન્મોત્સવ પર આ વસ્તુઓનું દાન કરવાથી સુધરશે આર્થિક સ્થિતિ, હનુમાનજી થશે પ્રસન્ન

Hanuman Janmotsav 2025: હિન્દુ ધર્મમાં હનુમાન જન્મોત્સવનું વિશેષ મહત્વ છે. દર વર્ષે આ દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. આ વર્ષે હનુમાન જન્મોત્સવ 12 એપ્રિલ 2025 ના રોજ ઉજવાશે. આ દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. રામ નવમી પછી હનુમાન જયંતી ઉજવવામાં પણ લોકોને ઉત્સાહ હોય છે. હનુમાન જયંતીને કેટલાક ઉપાયો કરીને વિશેષ શુભ બનાવી શકાય છે. જો તમે પણ આ વર્ષે હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો હનુમાન જન્મોત્સવ પર આ વસ્તુઓનું દાન કરો. એવી કેટલીક વસ્તુઓ છે જેનું દાન કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. આ હનુમાન જયંતી પર આ વસ્તુઓનું દાન કરીને તમે પણ હનુમાનજીની કૃપાને પાત્ર થઈ શકો છો. 

fallbacks

આ પણ વાંચો: Weekly Horoscope: મેષ, મિથુન સહિત આ રાશિઓ માટે સપ્તાહ શુભ, અચાનક થશે ધન લાભ

ધનનું દાન 

હનુમાન જન્મોત્સવ પર દાન કરવું અતિ શુભ ગણાય છે. જરૂરિયાત મંદોમાં ધનનું દાન કરવાથી લાભ થાય છે. જે વ્યક્તિ આ દિવસે જરૂરિયાત મંદને ધનની મદદ કરે છે તેના જીવનમાં ધનની ખામી સર્જાતિ નથી અને આર્થિક સંકટ દૂર થઈ જાય છે. 

આ પણ વાંચો: રામનવમીથી શરુ કરો આ ચોપાઈનો પાઠ, શ્રીરામ દરેક ઈચ્છા કરશે પુરી અને મળવા લાગશે સફળતા

અનાજનું દાન 

હનુમાન જન્મોત્સવ પર જો કોઈ વ્યક્તિને અનાજનું દાન કરવામાં આવે તો પણ શુભ ફળ મળે છે. અનાજનું દાન સૌથી શ્રેષ્ઠદાન ગણવામાં આવે છે આ દાન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને ઉન્નતિના રસ્તા ખુલે છે. 

આ પણ વાંચો: આ 5 રાશિઓનું અઢી વર્ષનું તપ ફળશે, 9 એપ્રિલથી લાઈફ બદલી જશે, શનિ ધનના ઢગલે બેસાડશે

લાડુનું દાન 

હનુમાન જન્મોત્સવ પર હનુમાનજીને પ્રિય લાડુનું દાન કરવામાં આવે તો પણ લાભ થાય છે.લાડુ નું દાન કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને ભક્ત પર પોતાની કૃપાદ્રષ્ટિ બનાવી રાખે છે. 

આ પણ વાંચો: બસ 10 દિવસની વાર પછી આ 7 રાશિઓનો દબદબો વધશે, સૂર્ય-શુક્રનો યોગ રાતોરાત ચમકાવશે ભાગ્ય

સિંદૂરનું દાન 

હનુમાનજીને સિંદુર ચઢાવીને સિંદૂરનું દાન કરી દેવું જોઈએ. હનુમાનજીને ચઢાવવા માટે બજારમાંથી સિંદૂર ખરીદવું અને તેમાંથી થોડું સિંદૂર હનુમાનજીને અર્પણ કરી બાકી બચેલું સિંદૂર દાનમાં આપી દેવું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More