Home> India
Advertisement
Prev
Next

ઈદના દિવસે પણ કાશ્મીર અશાંત, 'કાશ્મીર બનેગા પાકિસ્તાન' અને આતંકી મસૂદના બેનર જોવા મળ્યાં 

જમ્મુ અને કાશ્મીરના ઘાટીવાળા વિસ્તારમાં આજે ઈદની નમાજ બાદ કેટલીક જગ્યાઓ  પર પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે ઝડપના અહેવાલો છે.

ઈદના દિવસે પણ કાશ્મીર અશાંત, 'કાશ્મીર બનેગા પાકિસ્તાન' અને આતંકી મસૂદના બેનર જોવા મળ્યાં 

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના ઘાટીવાળા વિસ્તારમાં આજે ઈદની નમાજ બાદ કેટલીક જગ્યાઓ  પર પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે ઝડપના અહેવાલો છે. અધિકારીઓએ જણાવ્યું કે ઝડપમાં કોઈ હતાહત થયા હોય તેવી સૂચના નથી. 

fallbacks

રાજ્યમાં ઈદનો તહેવાર ખુબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. સવારથી જ લોકો મસ્જિદ અને દરગાહો પર જાય છે. નમાજ પઢે છે અને જકાત કરે છે. અધિકારીઓએ જણાવ્યું કે ઈદની નમાજ બાદ જૂના શહેરના કેટલાક ભાગોમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઝડપ થઈ. ઉત્તર કાશ્મીરના સોપોર અને દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં પણ ઝડપની સૂચના છે. 

સૂચનાઓ મુજબ શહેરના નૌહટ્ટામાં નકાબપોશ પ્રદર્શનકારીઓએ જૈશ એ મોહમ્મદ પ્રમુખ મસૂદ અઝહર અને માર્યા ગયેલા આતંકી ઝાકીર મુશાના સમર્થનમાં બેનર પકડ્યા હતાં. જો કે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તેઓ આ અહેવાલની ખરાઈ કરી રહ્યાં છે. પરંતુ ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ તેઓ 'કાશ્મીર બનેગા પાકિસ્તાન'ના સૂત્ર અને મસૂદના ફોટા સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતાં. તેમણે જણાવ્યું કે સુરક્ષા દળોએ કાયદા વ્યવસ્થાની સ્થિતિને પહોંચી વળવામાં ખુબ ધૈર્ય અને નિયંત્રણ દાખવ્યું. તેમણે જણાવ્યું કે ઘાટીમાં અન્ય જગ્યાઓ પર હાલાત શાંતિપૂર્ણ રહ્યાં છે. 

આ બાજુ જમ્મૂ-કાશ્મીરના પૂલવામામાં આતંકવાદીઓએ ઈદનો તહેવાર ઉજવી રહેલા એક પરિવારની ખુશીઓને માતમમાં ફેરવી દીધી છે. બુધવાર સવારે આતંકવાદીઓ પુલવામાના નરબલ ગામના એક ઘરમા ઘૂસી ગયા અને ઘરમાં હાજર લોકો પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. જેમાં ઘટના સ્થળ પર એક છોકરીનું મોત થયું છે. આતંકવાદીઓના ગોળીબારમાં ગામનો અન્ય એક નાગરીક પણ ગોળીનો શિકાર થયો છે. તેને સારવાર માટે પુલવામાના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની હાલાત નાજુક જણાવવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના બુધવાર સવારે બની છે. નરબલ ગામ સ્થિત એક ઘરમાં ઈદના તહેવારની તૈયારી ચાલી રહી હતી. તે દરમિયાન આતંકવાદીઓ જબરદસ્તીથી આ ઘરમાં ઘૂસી ગયા હતા. કોઇ કઇ સમજી શકે તે પહેલા આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. આતંકવાદીઓની બંદુકમાંથી છૂટેલી ગોળીએ નગીના બાનો નામની એક છોકરીને પોતાનો શિકાર બનાવ્યો છે. ગામમાં દહેશત ફેલાવવા માટે આતંકવાદી ફાયરિંગ કરીને સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. આ ગાળીબારમાં ગામના અન્ય એક વ્યક્તિને શિકાર બનાવ્યો છે. આ શખ્સની ઓળખ મોહમ્મદ જલાઉદ્દીન તરીકે કરવામાં આવી છે.

દેશના વધુ સમચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More