Home> India
Advertisement
Prev
Next

Operation Sindoor: સિંધુ જળ સમજુતિ પર વર્લ્ડ બેંકે પાકિસ્તાનની મદદનો કર્યો ઈનકાર, કહ્યું- અમે કંઈ ન કરી શકીએ

Operation Sindoor: પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી, ત્યારબાદ તેણે વિશ્વ બેંકનો સંપર્ક કર્યો હતો.
 

Operation Sindoor: સિંધુ જળ સમજુતિ પર વર્લ્ડ બેંકે પાકિસ્તાનની મદદનો કર્યો ઈનકાર, કહ્યું- અમે કંઈ ન કરી શકીએ

Indus Water Treaty Update: પાકિસ્તાન આ દિવસોમાં ચારેતરફથી ઘેરાયું છે. ભારત સાથે તણાવ વચ્ચે તેણે સિંધુ જળ સંધિ રદ્દ થવાના મામલા પર વિશ્વ બેંકને વિનંતી કરી પરંતુ ત્યાં તેને ઝટકો લાગ્યો છે. વિશ્વ બેંકએ શુક્રવાર (9 એપ્રિલ 2025) ના કહ્યુ કે સંગઠન સિંધુ દળ સંધિમાં માત્ર એક મધ્યસ્થ છે અને તે કંઈ ન કરી શકે.

fallbacks

Operation Sindoor Live

વિશ્વ બેંકના અધ્યક્ષ અજય બગાએ કહ્યુ- અમારી ભૂમિકા માત્ર એક મધ્યસ્થની છે. મીડિયામાં આ વિશે ખૂબ અટકળો લગાવવામાં આવી રહી છે કે વિશ્વ બેંક કઈ રીતે આ સમસ્યાનો હલ કરશે, પરંતુ આ બધુ બકવાસ છે. વિશ્વ બેંકની ભૂમિકા માત્ર એક મધ્યસ્થની છે.

પાકિસ્તાનને લાગ્યો મોટો ઝટકો
ભારત પર આંતરરાષ્ટ્રીય પ્રેશર નાખવાનો પ્રયાસ કરી રહેલ પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. કાયદો અને ન્યાય રાજ્ય મંત્રી અકીલ મલિકે ન્યૂઝ એજન્સી રોયટર્સને કહ્યુ કે ઇસ્લામાબાદ ઓછામાં ઓછા ત્રણ અલગ-અલગ કાયદાકીય વિકલ્પોની યોજના પર કામ કરી રહ્યું છે, જેમાં સંધિના સૂત્રધાર વિશ્વ બેંકમાં આ મુદ્દાને ઉઠાવવો પણ સામેલ છે.

આ પણ વાંચોઃ Nuclear War: પરમાણુ યુદ્ધ થયું તો ભારત-પાક જ નહીં, અડધી દુનિયા થશે ખાક!

પ્રધાનમંત્રી મોદી પહેલા જ જાહેરાત કરી ચૂક્યા છે કે ભારતના હકનું પાણી હવે ભારત માટે ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યું- મીડિયામાં પાણીના મુદ્દા (સિંધુ જળ સંધિનો ઉલ્લેખ કરતા) પર ચર્ચા ચાલી રહી છે. ભારતના હકનું પાણી, ભારતના હકમાં વહેશે.

સિંધુ જળ સંધિ સ્થગિત થયા બાદ પાકિસ્તાન સંઘર્ષ કરી રહ્યું છે
સિંધુ સંધિ સ્થગિત થયા પછી, ભારત હવે પાકિસ્તાનને કહેવા માટે બંધાયેલું નથી કે તે ક્યારે પાણી છોડશે અને કયા સમયે તેને બંધ કરશે. ગુરુવારે, જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાંથી તસવીરો સામે આવી, જેમાં સલાલ ડેમના ત્રણ દરવાજા ખુલ્લા જોવા મળ્યા. ભારતે અગાઉ ચેનાબ નદી પર સ્થિત આ બંધ દ્વારા પાકિસ્તાન તરફ વહેતા પાણીને નિયંત્રિત કર્યું હતું અને બાદમાં તેને ખોલ્યું હતું.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More