Home> India
Advertisement
Prev
Next

સંસદમાં બોલ્યા રાજનાથ સિંહ, 'LAC પર ચીને સૈનિકોનો જમાવડો કર્યો, આપણી સેના પણ તૈયાર'

સંસદના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે. લોકસભામાં રક્ષામંત્રી રાજનાથ સિંહે લોકસભામાં ચીન અને સરહદ વિવાદ પર નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આજે હું આ સદનમાં લદાખની સ્થિતિથી સભ્યોને માહિતગાર કરવા આવ્યો છું. પીએમ મોદીએ બહાદુર જવાનો સાથે મુલાકાત કરી હતી  અને સંદેશો આપ્યો હતો કે દેશવાસીઓ વીર જવાનોની પડખે છે. મે પણ શૂરવીરોની સાથે સમય વિતાવ્યો છે. 

સંસદમાં બોલ્યા રાજનાથ સિંહ, 'LAC પર ચીને સૈનિકોનો જમાવડો કર્યો, આપણી સેના પણ તૈયાર'

નવી દિલ્હી: ભારત (India)  અને ચીન (China)  વચ્ચે ચાલી રહેલા તણાવ પર રક્ષામંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) આજે સંસદમાં નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે LAC પર ભારત અને ચીન વચ્ચે હજુ વિવાદ ચાલુ છે. એપ્રિલ મહિનાથી ચીને સરહદ પર સૈનિકો અને આર્મ્સનો વધારો કર્યો છે. તેમણે કહ્યું કે પેન્ગોંગથી લઈને અનેક જગ્યાઓ પર ચીની સૈનિકોએ ઘૂસણખોરીની કોશિશ કરી છે. 

fallbacks

ચીને સરહદે સૈનિકો અને ગોળાબારૂદ વધાર્યા
રક્ષામંત્રીએ કહ્યું કે હાલની સ્થિતિ મુજબ ચીને એલએસી અને અંદરના વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈનિક ટુકડીઓ અને ગોળા બારૂદ ભેગા કર્યા છે. ભારતીય સેનાએ પણ પૂરી તૈયારી કરી લીધી છે. તેમણે એમ પણ કહ્યું કે એલએસીનું સન્માન કરવું અને તેનું કડકાઈથી પાલન કરવું, સરહદી વિસ્તારોમાં શાંતિ અને સદભાવનો આધાર છે અને તેનો 1993 તથા 1996ની સમજૂતિઓમાં સ્પષ્ટ રીતે સ્વીકાર થયો છે. જ્યારે આપણી સેના તેનું પૂરેપૂરું પાલન કરે છે પરંતુ ચીન તરફથી એમ થતું નથી. 

તેમણે વધુમાં કહ્યું કે હાલની સ્થિતિ મુજબ ચીને એલએસી અને અંતરના વિસ્તારોમાં ભારે સંખ્યામાં સૈનિક ટુકડીઓ, અને ગોળાબારૂદ ભેગા કર્યા છે. પૂર્વ લદાખ અને ગોગરા, કોંગલાબાજુ પેન્ગોંગ લેકના ઉત્તર અને દક્ષિણ કિનારે હાલાત તણાવપૂર્ણ છે. ચીની સેનાની તૈનાતી જોતા ભારતીય સેનાએ પણ પોતાની તૈનાતી વધારી છે. તેમણે કહ્યું કે સદને ખાતરી રાખવી જોઈએ કે આપણી સેના આ પડકારનો સફળતાપૂર્વક સામનો કરશે, અને તેના માટે આપણને તેમના પર ગર્વ છે. હાલ જે સ્થિતિ બનેલી છે તેમાં સંવેદનશીલ પરિચાલન મુદ્દે સામેલ છે આથી આ વિશે હું વધુ ખુલાસો કરવા ઈચ્છતો નથી. 

રક્ષામંત્રીએ કહ્યું કે આ સદનની એક ગૌરવશાળી પરંપરા રહી છે કે જ્યારે પણ દેશ સમક્ષ કોઈ પડકાર આવ્યો તો આ સદને ભારતીય સેનાઓની દ્રઢતા અને સંકલ્પ પ્રત્યે પૂરી એક્તા અને ભરોસો દાખવ્યો છે. હું તમને એ વિશ્વાસ અપાવવા માંગુ છું કે આપણી આર્મ્ડ ફોર્સિસના જવાનોનો જુસ્સો ખુબ બુલંદ છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીજી બહાદૂર જવાનોની વચ્ચે ગયા બાદ આપણા કમાન્ડર અને જવાનોમાં એ સંદેશો ગયો કે દેશના 130 કરોડ દેશવાસીઓ જવાનોની સાથે છે. 

વિધાનસભા ચૂંટણી પહેલા બિહારને મળી મોટી ભેટ, PM મોદીએ કહ્યું- 'NDA રાજમાં થાય છે બધાનો વિકાસ'

તેમણે કહ્યું કે હું સદનને માહિતગાર કરવા માંગુ છું કે ચીન ભારતના લદાખમાં લગભગ 38000 સ્ક્વેર કિલોમીટર ભૂમિ પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી બેઠું છું. આ ઉપરાંત 1963માં એક તથાકથિત બાઉન્ડ્રી એગ્રીમેન્ટ હેઠળ, પાકિસ્તાને પીઓકેની 5180 સ્ક્વેર કિલોમીટર ભારતીય જમીન ગેરકાયદેસર રીતે ચીનને સોંપી દીધી છે. 

સરહદનો મુદ્દો જટિલ મુદ્દો
રક્ષામંત્રીએ કહ્યું કે ભારત તથા ચીન, બંનેએ ઔપચારિક રીતે એ સ્વીકાર્યું છે કે સરહદનો પ્રશ્ન એક જટિલ મુદ્દો છે જેના સમાધાન માટે ધૈર્યની જરૂર છે, તથા આ મુદ્દાનું સમાધાન શાંતિપૂર્ણ વાતચીત દ્વારા કાઢવામાં આવે. તેમણે કહ્યું કે ભારતનું માનવું છે કે દ્વિપક્ષીય સંબંધોને વિક્સિત કરી શકાય છે. તથા સાથે સાથે બોર્ડર મુદ્દાના સમાધાન માટે પણ ચર્ચા થઈ શકે છે. પરંતુ LAC પર શાંતિ કોઈ પણ પ્રકારની ગંભીર સ્થિતિનો દ્વિપક્ષીય સંબંધો પર નિશ્ચિતપણે અસર પડશે. 

ડ્રગ્સ કેસ સંસદમાં ગાજ્યો, જયા બચ્ચને રવિ કિશનને લીધા આડે હાથ, કહ્યું- 'જે થાળીમાં ખાય છે...'

એપ્રિલથી ચીને શરૂ કરી હરકત
તેમણે વધુમાં કહ્યું કે હવે હું સદનને આ વર્ષે ઊભી થયેલી પરિસ્થિતિઓ અંગે માહિતગાર કરાવવા માંગુ છું. એપ્રિલ મહિનાથી પૂર્વ લદાખની સરહદ પર ચીનની સેનાઓની સંખ્યા તથા ગોળાબારૂદમાં વધારો જોવા મળ્યો. મે મહિનાની શરૂઆતમાં ચીને ગલવાન ઘાટી ક્ષેત્રમાં આપણી સેનાના પેટ્રોલિંગ પેટર્નમાં વિધ્ન નાખવા માંડ્યું જેના કારણે ફેસઓફની સ્થિતિ ઊભી થઈ. આપણે ચીનના રાજનયિક અને સૈન્ય માધ્યમથી ચીનને અવગત કરાવી દીધુ કે આ પ્રકારની ગતિવિધિઓ  status quoને એક તરફી બદલવાની કોશિશ છે. એ પણ સ્પષ્ટ કરી દીધુ કે આ પ્રયત્ન અમને કોઈ પણ સંજોગોમાં મંજૂર નથી. 

UN માં ચીનને જબરદસ્ત ઝટકો, ભારત ECOSOC નું સભ્ય બન્યું, ડ્રેગનને અડધા મત પણ ન મળ્યા

ઓગસ્ટમાં ફરી કરી ઘૂસણખોરી
રક્ષામંત્રીએ કહ્યું કે પેન્ગોંગથી લઈને અનેક જગ્યાઓ પર ચીની સૈનિકોએ ઘૂસણખોરીની કોશિશ કરી પરંતુ આપણા સૈનિકોએ ચીનની ઘૂસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવી દીધી. રાજનાથ સિંહે કહ્યું કે 29-30 ઓગસ્ટના રોજ ચીની સૈનિકોએ ભારતમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી તો આપણા સૈનિકોએ તેમને ખદેડી મૂક્યા. તેમણે કહ્યું કે પડોશીઓ સાથે સારા સંબંધો રાખવા જરૂરી છે આથી આપણા તરફથી સૈન્ય અને ડિપ્લોમેટિક બંને રીતે વાતચીત ચાલુ છે. બંને પક્ષોએ LACનું સન્માન કરવું જોઈએ. LAC પર ઘૂસણખોરી કરવી જોઈએ નહીં અને સમજૂતિઓને સ્વીકારવી જોઈએ. 

ચીનની હવે ભારતના આ મિત્ર દેશ પર ખરાબ નજર, સરહદે કર્યો સૈન્ય જમાવડો

તેમણે કહ્યું કે ચીની બાજુએ LACની અંદર અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈન્ય ટુકડીઓ અને ગોળા બારૂદ ભેગા કરાયા છે. પૂર્વ લદાખ અને ગોગરા, કોંગલા બાજુ પેન્ગોંગ લેકના ઉત્તર અને દક્ષિણ કિનારે સ્થિતિ તણાવપૂર્ણ છે. ચીને 1993ની સમજૂતિનો ભંગ કર્યો છે. પરંતુ ભારતે તેનું પાલન કર્યું છે. ચીનના  કારણે સમયાંતરે ઘર્ષણની સ્થિતિ પેદા થઈ છે. હાલ સરહદે ચીને હથિયારોનો જમાવડો કર્યો છે પરંતુ આપણી સેના જવાબ આપવામાં સક્ષમ છે. 

રાજનાથ સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત સરહદના વિવાદને શાંતિપૂર્ણ રીતે વાતચીતથી ઉકેલવા માંગે છે પરંતુ અમે કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર છીએ. ભારત પોતાની સંપ્રભુતાની રક્ષા કરશે અને દેશની સેના તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More