Home> India
Advertisement
Prev
Next

Delhi: લોકોને મળી રહ્યો છે 'મોત'નો મેસેજ, મચી ગયો હડકંપ

સાઉથ દિલ્હીના આયાનગરમાં રહેનાર વિનોદ શર્મા (54) તમને જણાવી દઇએ કે તેમને લગભગ એક મહીના પહેલાં આ મેસેજ મળ્યો હતો. શરૂઆતમાં તો તે ડરી ગયા, પરંતુ પછી તેમને લાગ્યું કે કોઇએ તેમની સાથે મજાક કરી છે.

Delhi: લોકોને મળી રહ્યો છે 'મોત'નો મેસેજ, મચી ગયો હડકંપ

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi) ના આયાનગર વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં લોકોને એક મેસેજ આવી રહ્યો છે. જેમાં લખવામાં આવ્યું ચેહ કે 'તમારી ડેથ રજિસ્ટ્રેશન (Death Registration Certificate) ની રિકવેસ્ટને સ્વિકારી લેવામાં આવી છે. સૌથી આશ્વર્યની વાત એ છે કે આ મેસેજ સાઉથ દિલ્હી નગર નિગમ (South Delhi MCD) દ્રારા આવી રહ્યો છે. 

fallbacks

લોકોને મળ્યો 'મોતનો મેસેજ'
સાઉથ દિલ્હીના આયાનગરમાં રહેનાર વિનોદ શર્મા (54) તમને જણાવી દઇએ કે તેમને લગભગ એક મહીના પહેલાં આ મેસેજ મળ્યો હતો. શરૂઆતમાં તો તે ડરી ગયા, પરંતુ પછી તેમને લાગ્યું કે કોઇએ તેમની સાથે મજાક કરી છે. ત્યારબાદ તેમણે સીધા પોતાના કાઉંસિલરને ઇનફોર્મ કર્યા. જોકે આ મેસેજ મળનાર વિનોદ એકલા ન હતા. એવા ઘણા લોકો છે તેમને આ પ્રકારના મેસેજ આવ્યા છે. 

Diya Mirza Love Story: 11 વર્ષનો સાથ, 5 વર્ષમાં લગ્ન તૂટ્યા- જાણો દીયા મિર્ઝાની ફર્સ્ટ લવ સ્ટોરી

fallbacks
આયાનગર જ એક તરફ નિવાસી 24 વર્ષીય રોહિત બેંસલાને પણ આ મેસેજ મળ્યો. રોહિતના પિતા રાજ્યપાલ બેંસલાનું ડિસેમ્બરમાં મૃત્યું થઇ ગયું હતું ત્યારબાદ રોહિતે તેમના ડેથ સર્ટિફિકેટના રજિસ્ટ્રેશન માટે એપ્લાય કર્યું હતું. પરંતુ એસડીએમસી દ્રારા તેમનું રજિસ્ટ્રેશનને કેન્સલ કરી દેવામાં આવ્યું હતું. રોહિતે 4 વાર એપ્લાય કર્યું પરંતુ દરેકવાર કોઇને કોઇ કારણ વશ તેમની એપ્લિકેશન રિજેક્ટ થઇ ગયું. આ વખતે એપ્લિકેશન એક્સેપ્ટ થયું તો આ મેસેજ આવ્યો. 

પાર્ષદએ સદનમાં ઉઠાવ્યો સવાલ
આ મામલો સામનો આવ્યા બાદ આયાનગરના નિગમ પાર્ષદ વેદ પાલ લોહિયાએ તેને SDMC ના સદનમાં ઉઠાવ્યો. તેમણે કહ્યું કે મારા સંજ્ઞાનમાં આ મામલો આવ્યો છે કે લોકોને આ પ્રકારના મેસેજ આવી રહ્યા છે. હું સોમવારે હાઉસ મીટિંગમાં આ વાત ઉઠાવી છે. તમે સરકાર પાસે આશા રાખતા નથી કે આ પ્રકારના ખરાબ અંગ્રેજીમાં મેસેજ આવશે. 

Shweta Trending: અરે, શ્વેતા આ શું કહી દીધું! મીટિંગની વાતચીત થઇ લીક, ટ્વિટર પર થવા લાગી ટ્રેંડ

15 દિવસોમાં ઠીક થશે ફોલ્ટ
આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ એસડીએમસીની ખૂબ મજાક થઇ રહી છે. ત્યારબાદ એસડીએમસીનું કહેવું છે કે આ એક ટેક્નિકલ ફોલ્ટ છે જેને આગામી 15 દિવસોની અંદર ઠીક કરી લેવામાં આવશે. સદનના નેતા જણાવે છે કે અત્યારે ગવર્નમેંટની નવી કંપની NIC તેને જોઇ રહી છે. આગામી 15 દિવસોની અંદર બધી વસ્તુઓ વ્યસ્થિત કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More