Home> India
Advertisement
Prev
Next

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કોરોના પોઝિટિવ, કરાયા હોસ્પિટલમાં દાખલ

દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના મામલે 18 લાખનો આકંડો પાર કરી ગયો છે અને દરરોજના 50,000થી વધારે કોરોનાના નવા કેસ સામે આવી રહ્યાં છે. 

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કોરોના પોઝિટિવ, કરાયા હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના મામલે 18 લાખનો આકંડો પાર કરી ગયો છે અને દરરોજના 50,000થી વધારે કોરોનાના નવા કેસ સામે આવી રહ્યાં છે. 

fallbacks

આ દરમિયાન પેટ્રોલિયમ અને સ્ટીલ મંક્ષી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan)પણ કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:- રામ મંદિર ભૂમિ પૂજન પર પ્રથમ વખત બોલ્યા અડવાણી, PM મોદીને લઇને કહી આ વાત

આ અંગે ખુદ ધર્મેન્દ્ર પ્રધાને ટ્વીટ કરીને માહિતી આપી હતી.

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મંગળવારે પોતાની ટ્વિટમાં લખ્યું કે, કોવિડ-19ના લક્ષણો મળતાં જ મેં ટેસ્ટ કરાવ્યો હતો જેમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોકટરોની સલાહથી હું હોસ્પિટલમાં દાખલ છું અને સારી છું.

આ પહેલા ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) કોરોના સંક્રમિત આવ્યા હતા. હાલ તેમની પણ સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો:- સુશાંત સિંહ કેસમાં પ્રથમ વખત આવ્યું આદિત્ય ઠાકરેનું રિએક્શન, ટ્વીટમાં કહી આ વાત

સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે સવારે જારી કરેલા આંકડા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના 52,050 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં 803 દર્દીઓનાં મોત નીપજ્યાં. દેશમાં કોવિડ-19ના કુલ કેસ 18.55 લાખને પાર કરી ગયા છે. આ રોગને કારણે અત્યાર સુધીમાં 38,938 લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં, 12,30,509 લોકો સાજા થયા છે અને હાલમાં દેશનો રિકવરી દર 66.30 ટકા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More