Home> India
Advertisement
Prev
Next

સરકારી યોજનાની માહિતી: એક પરિવારના કેટલા લોકો બનાવડાવી શકે આયુષ્યમાન કાર્ડ? સરકારે આ નિયમમાં કર્યો ફેરફાર

આયુષ્યમાન  ભારત યોજના લોકોને મફત સારવાર ઉપલબ્ધ કરાવતી સરકારી યોજના છે. સરકાર દ્વારા સંચાલિત આ સ્વાસ્થ્ય યોજનામાં અરજી કર્યા બાદ આયુષ્યમાન કાર્ડ બને છે અને ત્યારબાદ તેના દ્વારા 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર કરી શકાય છે. સરકાર દર વર્ષે ત મને એટલું કવર આપે છે અને પૂરો ખર્ચ ઉઠાવે છે. બુધવારે આ સરકારી યોજનામાં એક ફેરફાર કરવામાં આવ્યો. 

સરકારી યોજનાની માહિતી: એક પરિવારના કેટલા લોકો બનાવડાવી શકે આયુષ્યમાન કાર્ડ? સરકારે આ નિયમમાં કર્યો ફેરફાર

આયુષ્યમાન  ભારત યોજના લોકોને મફત સારવાર ઉપલબ્ધ કરાવતી સરકારી યોજના છે. સરકાર દ્વારા સંચાલિત આ સ્વાસ્થ્ય યોજનામાં અરજી કર્યા બાદ આયુષ્યમાન કાર્ડ બને છે અને ત્યારબાદ તેના દ્વારા 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર કરી શકાય છે. સરકાર દર વર્ષે ત મને એટલું કવર આપે છે અને પૂરો ખર્ચ ઉઠાવે છે. બુધવારે આ સરકારી યોજનામાં એક ફેરફાર કરવામાં આવ્યો અને કેબિનેટની બેઠકમાં 70 વર્ષથી ઉપરના તમામ વૃદ્ધોને આયુષ્યમાન યોજનામાં સામેલ કરવાનો નિર્ણય લેવાયો. 

fallbacks

34 કરોડથી વધુ કાર્ય બન્યા
સરકારી આંકડા જોઈએ તો આયુષ્યમાન ભારત યોજના હેઠળ બનાવવામાં આવેલા આયુષ્યમાન કાર્ડની સંખ્યામાં જોરદાર વધારો થઈ રહ્યો છે અને 30 જૂન 2024 સુધીમાં તેનો આંકડો 34.7 કરોડથી વધુ થઈ ચૂક્યો હતો. આ સમયગાળા સુધી એક લાખ કરોડ રૂપિયા સુધીના 7.37 કરોડ બીમાર લોકોને હોસ્પિટલમાં ભરતી માટે મંજૂરી અપાઈ. આ યોજના હેઠળ લાભ  પાત્ર લાભાર્થી દેશભરમાં 29000 થી વધુ લિસ્ટેડ હોસ્પિટલોમાં કેશલેસ અને પેપરલેસ હેલ્થ સર્વિસીસનો લાભ ઉઠાવી શકે છે. 

સરકારે કેબિનેટમાં લીધો નિર્ણય
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે થયેલી કેબિનેટ બેઠકના નિર્ણયોની જાહેરાત કરતા આયુષ્યમાન  ભારત યોજનામાં કરાયેલા મોટા ફેરફાર અંગે જાણકારી આપી. તેમણે કહ્યું કે હવે 70  વર્ષથી ઉપરના વડીલો પણ તેમાં સામેલ થશે અને આ નિર્ણયનો હેતુ 4.5 કરોડ પરિવારના 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને 5 લાખ રૂપિયા સુધીના મફત સ્વાસ્થ્ય વીમા કવરનો લાભ પૂરો પાડવાનો છે. સરકારે કહ્યું કે આ યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને એક નવું અલગ કાર્ડ અપાશે. જો વરિષ્ઠ નાગરિક હાલમાં કોઈ પણ કેન્દ્ર સરકારની સ્વાસ્થ્ય યોજના હેઠળ કવર કરાયા છે તો તેમની પાસે આયુષ્યમાન ભારતમાં સ્વિચ કરવાનો વિકલ્પ હશે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ એક્સ પોસ્ટ દ્વારા આ જાણકારી શેર કરી છે. 

પરિવારના કેટલા લોકો બનાવી શકે કાર્ડ?
સરકાર તરફથી જ્યારે કોઈ પણ યોજના લોન્ચ કરાય છે ત્યારે તેની સાથે યોગ્યતા સંબંધિત માહિતી પણ જાહેર કરાય છે. એક જ પરિવારના કેટલા લોકો આયુષ્યમાન કાર્ડ બનાવી શકે?  તો તમને જણાવી દઈએ કે આ સરકારી યોજનામાં જરૂરિયાતવાળાને રાહત આપવા હેતુસર એવી કોઈ જ લિમિટ નક્કી કરાઈ નથી. એટલે કે એક પરિવારના ગમે તેટલા લોકો આયુષ્યમાન કાર્ડ બનાવડાવી શકે છે. પરંતુ આ તમામ પરિજનો આ યોજના માટે યોગ્યતા ધરાવતા હોવા જોઈએ. 

કોણ લઈ શકે આ યોજનાનો લાભ
આયુષ્યમાન ભારત યોજના હેઠળ યોગ્યતાની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારોમાં રહેતા, નિરાશ્રિત કે પછી આદિવાસી, અનુસૂચિત જાતિ કે જનજાતિના દિવ્યાંગ કે જે લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે કે રોજ પર મજૂરી કરી જીવન પસાર કરનારા તમામ લોકો આ યોજનાને પાત્ર છે. તમે ઓનલાઈન યોગ્યતાની જાણકારી મેળવી શકો છો. 

  • અધિકૃત વેબસાઈટ pmjay.gov.in પર જાઓ
  • હોમ પેજ પર 'Am I Eligible' વિકલ્પ પર ક્લિક કરો. 
  • હવે તમારો 10 આંકડાવાળો મોબાઈલ નંબર નાખો. 
  • ત્યારબાદ નંબર પર આવેલા OTP ને લખ. 
  • હવે સ્ક્રિન પર તમારા રાજ્યની પસંદગી ક રો તથા મોબાઈલ નંબર રાશન કાર્ડ નંબર  નાખો. 
  • ત્યારબાદ તમારી સ્ક્રીન પર સમગ્ર ડિટેલ આવી જશે કે તમે યોગ્યતા ધરાવો છો કે નહીં. 

આ રીતે બનાવી શકો આયુષ્યમાન કાર્ડ
તમે જો આ સરકારી યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો સરળતાથી ટોલ ફ્રી નંબર 14555 પર કોલ કરીને પણ તમારી યોગ્યતા વિશે જાણકારી મેળવી શકો છો. જો તમે તેને પાત્ર હશો તો પછી નજીકના CSC સેન્ટર પર જઈને તમારા દસ્તાવેજ સાથે અરજી કરી શકો છો. અરજી કરતી વખતે જે દસ્તાવેજો માંગવામાં આવે છે તેમાં આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, રાશનકાર્ડ ઉપરાંત એક એક્ટિવ મોબાઈલ નંબર જરૂરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More