Home> Sports
Advertisement
Prev
Next

'MIમાંથી રોહિતની સફર ખતમ...' IPL 2025 મેગા ઓક્શન પહેલાં આ દિગ્ગજે કર્યો ખુલાસો

Rohit Sharma: આઈપીએલ 2024ના ઓક્શન બાદથી રોહિત શર્માની મુંબઈમાંથી વિદાયની ચર્ચા ચાલી રહી છે. 2024ની સીઝનમાં રોહિત શર્મા હાર્દિકની આગેવાનીમાં રમ્યો હતો. પરંતુ હવે આઈપીએલ 2025ના મેગા ઓક્શન પહેલા ભારતીય કેપ્ટનને લઈને ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

'MIમાંથી રોહિતની સફર ખતમ...' IPL 2025 મેગા ઓક્શન પહેલાં આ દિગ્ગજે કર્યો ખુલાસો

Rohit Sharma IPL 2025: આઈપીએલ 2024ના ઓક્શન બાદથી રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સમાંથી વિદાયની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ટૂર્નામેન્ટમાં ટીમને પાંચ વખત ચેમ્પિયન બનાવનાર રોહિત હાર્દિકની આગેવાનીમાં રમ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ ખુબ વિવાદ થયો હતો. હવે મેગા ઓક્શન પહેલા આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટ્રેટર આકાશ ચોપડાએ તેના પર મોટો ખુલાસો કર્યો છે. તેના પ્રમાણે રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સમાંથી વર્ષો બાદ વિદાય નજર આવી રહી છે.

fallbacks

હાર્દિકને મળી હતી કમાન
આઈપીએલ 2024 પહેલા ગુજરાતને બે વખત ફાઈનલમાં પહોંચાડનાર હાર્દિક પંડ્યાને મુંબઈએ ટ્રેડ કર્યો અને તેને ટીમની કમાન સોંપી દીધી હતી. મુંબઈના આ નિર્ણયે ખેલ જગતમાં સનસની મચાવી દીધી હતી. હાર્દિકને પણ ખુબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. લોકો સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યાને ટ્રોલ કરતા હતા. હવે આઈપીએલ 2025ના મેગા ઓક્શન પહેલા આકાશ ચોપડાએ આ મુદ્દાને હવા આપી છે. તેણે કહ્યું કે રોહિત શર્માની મુંબઈમાં સફર સમાપ્ત થઈ ગઈ છે. 

આ પણ વાંચોઃ CSK માં આવશે આ સ્ટાર વિકેટકીપર? ઋતુરાજ ગાયકવાડનું તૂટી જશે દિલ અને એમએસ ધોની......

આકાશ ચોપડાએ સમજાવ્યું ગણિત
આકાશ ચોપડાએ પોતાની યૂટ્યૂબ ચેનલ પર આ મુદ્દે વાત કરતા કહ્યું, શું તે રહેશે કે જશે? આ મોટો સવાલ છે, પરંતુ મને વ્યક્તિગત રૂપે લાગે છે કે રોહિત નહીં રહે. જેને પણ રિટેન કરવામાં આવશે તે એ વિચાર સાથે ચાલશે કે તેણે 3 વર્ષ સુધી તમારી સાથે રહેવાનું છે, જ્યાં સુધી તમારૂ નામ એમએસ ધોની ન હોય. ધોની અને સીએસકેની કહાની અલગ છે. પરંતુ મુંબઈમાં રોહિત, મને લાગે છે કે તે ખુદ જતો રહેશે કે મુંબઈ તેને રિલીઝ કરી દેશે.

મને નથી લાગતું રિટેન કરવામાં આવશે
આકાશ ચોપડાએ આગળ કહ્યું- ગમે તે થઈ શકે છે પરંતુ મને નથી લાગતું કે રોહિતને રિટેન કરવામાં આવશે. મારી પાસે જાણકારી નથી પરંતુ મને લાગે છે કે તેને રિલીઝ કરી દેવામાં આવશે. તે ટ્રેડ વિન્ડોથી કોઈ અન્ય પાસે જઈ શકે છે. તે સંભાવના છે કે રોહિત ઓક્શનમાં ન આવે, પરંતુ જો તે ન થાય તો તે હરાજીમાં જોવા મળી શકે છે. મને લાગે છે કે મુંબઈ સાથે તેની સફર ખતમ થઈ ગઈ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More