Home> India
Advertisement
Prev
Next

સંસદ ભવનમાં કાયમી ધોરણે ફીટ કરાયેલી LED લાઈટિંગનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન

સંસદ ભવનમાં ફીટ કરવામાં આવેલી આ નવી લાઈટના કારણે લોકશાહીના સૌથી મોટા મંદિરનો નજારો કંઈક અલગ જ દેખાઈ રહ્યો છે 
 

સંસદ ભવનમાં કાયમી ધોરણે ફીટ કરાયેલી LED લાઈટિંગનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે સંસદ ભવનના બહારના ભાગમાં ફીટ કરવામાં આવેલી રંગબેરંગી લાઈટનું ઉદ્ઘાટન કર્યું હતું. નવી ફીટ કરવામાં આવેલી કુલ 875 LED લાઈટના કારણે લોકશાહીના સૌથી મોટા મંદિરનો નજારો કંઈક અલગ જ દેખાઈ રહ્યો છે.

fallbacks

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે લોકસભાના સ્પીકર ઓમ બિરલા, રાજ્યસભાના નાયબ સ્પીકર, કેટલાક કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો પણ હાજર રહ્યા હતા. આ લાઈટ LED હોવાના કારણે વિજળીની પણ બચત કરશે અને તે પર્યાવરણને પણ ઓછું નુકસાન કરશે. 

રંગબેરંગી LED લાઈટ થોડા-થોડા સમયના અંતરે રંગ બદલે છે, જેના કારણે સંસદ ભવનની ભવ્યતા જોવા જેવી બને છે. સંસદ ભવનના બહારના ભાગની સાથે-સાથે સંસદ ભવનની લાયબ્રેરી અને સંસદ ભવનના એનેક્સર બિલ્ડિંગમાં પણ ફીટ કરવામાં આવી છે. 

સુષમા સ્વરાજ એક અદભૂત વ્યક્તિ હતા : PM મોદીએ આપી શબ્દાંજલિ

fallbacks

અગાઉ માત્ર સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિવસ અને મહાત્મા ગાંધી જયંતીના દિવસે જ સંસદ ભવનને લાઈટથી શણગારવામાં આવતું હતું. હવે ફિટ કરવામાં આવેલી આ લાઈટ કાયમી છે અને દરરોજ સંસદ ભવનને રંગ-બેરંગી પ્રકાશથી સજાવશે. આ પહેલા, દિલ્હીના સાઉથ બ્લોક અને નોર્થ બ્લોકમાં આ પ્રકારની લાઈટ ફીટ કરી દેવાઈ છે. 

જૂઓ દેશ-વિદેશના સમાચાર LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More