Home> India
Advertisement
Prev
Next

અફઘાનિસ્તાનને આતંકનો ગઢ બનવાથી રોકવું પડશે.. G20 સમિટમાં બોલ્યા PM મોદી


પ્રધાનમંત્રી મોદીએ અફઘાનિસ્તાનમાં સમાવેશી તંત્રનું આહ્વાન કર્યું જેમાં મહિલાઓ અને અલ્પસંખ્યકોનું પણ પ્રતિનિધિત્વ હોય. તેમણે અફઘાનિસ્તાનને એકીકૃત પ્રતિભાવ માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને હાકલ કરી હતી.

અફઘાનિસ્તાનને આતંકનો ગઢ બનવાથી રોકવું પડશે.. G20 સમિટમાં બોલ્યા PM મોદી

નવી દિલ્હીઃ G20 Summit on Afghanistan: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે અફઘાનિસ્તાન પર જી-20ની બેઠકમાં  વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. તેમાં તેમણે તે નક્કી કરવાની જરૂરીયાત પર ભાર આપ્યો કે અફઘાનિસ્તાનનું ક્ષેત્ર કટ્ટરપંથ અને આતંકવાદનો સ્ત્રોત ન બને. તેમણે કટ્ટરપંથીકરણ, આતંકવાદ અને ડ્રગ્સની હેરફેરના જોડાણ સામે સંયુક્ત લડાઈ માટે હાકલ કરી હતી.

fallbacks

પ્રધાનમંત્રી મોદીએ અફઘાનિસ્તાનમાં સમાવેશી તંત્રનું આહ્વાન કર્યું જેમાં મહિલાઓ અને અલ્પસંખ્યકોનું પણ પ્રતિનિધિત્વ હોય. તેમણે અફઘાનિસ્તાનને એકીકૃત પ્રતિભાવ માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને હાકલ કરી હતી.

G-20 કોન્ફરન્સમાં પીએમ મોદીએ કહ્યું કે કેવી રીતે ભારતે છેલ્લા બે દાયકાથી અફઘાનિસ્તાનના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે ત્યાં સામાજિક-આર્થિક સ્થિતિ કેવી રીતે બદલવી, ભારતની મદદથી 500 થી વધુ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા. આનાથી ત્યાંના યુવાનો અને મહિલાઓની સ્થિતિ પણ સુધરી. આ પ્રયાસોએ ભારત અને અફઘાનિસ્તાનના લોકો વચ્ચે ખાસ મિત્રતાની લાગણી ઉભી કરી. આવી સ્થિતિમાં, જે રીતે આખું ભારત ત્યાં માનવીય દુર્ઘટના અને ભૂખમરોથી દુખી છે અને તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે તેઓ આ કટોકટીમાં અફઘાનિસ્તાનના જરૂરિયાતમંદ લોકોની સાથે ઉભા રહે.

આ પણ વાંચોઃ આઝાદી બાદથી વીર સાવરકરને બદનામ કરવાની મુહિમ ચલાવવામાં આવીઃ મોહન ભાગવત

મહત્વનું છે કે 20 દેશોના સમુહ જી-20ની આ ખાસ બેઠક અફઘાનિસ્તાનના મુદ્દાને લઈને આયોજીત કરવામાં આવી હતી. જી-20 દેશોના શિખર સંમેલનનું આયોજન ઇટલી તરફથી કરવામાં આવ્યું હતું, જેની પાસે સમૂહ દેશોની હાલ અધ્યક્ષતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More