Home> India
Advertisement
Prev
Next

PM Modi Security breach: સુપ્રીમ કોર્ટે તપાસ માટે બનાવી 4 સભ્યની કમિટી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક કેવી રીતે થઈ તેની તપાસ માટે સુપ્રીમ કોર્ટે ચાર સભ્યોની કમિટી બનાવી છે. 

PM Modi Security breach: સુપ્રીમ કોર્ટે તપાસ માટે બનાવી 4 સભ્યની કમિટી

PM Modi Security breach: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) ની સુરક્ષામાં ચૂક કેવી રીતે થઈ તેની તપાસ માટે સુપ્રીમ કોર્ટે કમિટીની રચના કરવાની જાહેરાત કરી છે. પંજાબમાં થયેલી સુરક્ષામાં ચૂકની તપાસ ચાર સભ્યોની કમિટી કરશે. ભારતના ચીફ જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ સૂર્યકાંત, અને હીમા કોહલીની બેન્ચે બુધવારે આ આદેશ આપ્યો. 

fallbacks

રિટાયર્ડ જજ ઈન્દુ મલ્હોત્રા કરશે અધ્યક્ષતા
પીએમ મોદીની સુરક્ષા ચૂકની તપાસ કરનારી કમિટીની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ ઈન્દુ મલ્હોત્રા કરશે. આ કમિટીમાં જસ્ટિસ (રિટાયર્ડ) ઈન્દુ મલ્હોત્રા ઉપરાંત ડીજી (કે નોમિની) NIA, ડીજી ચંડીગઢ અને પંજાબના ADGP (સુરક્ષા) સામેલ થશે. સુપ્રીમ કોર્ટે ચાલી રહેલી તમામ તપાસ કમિટીઓ ઉપર પણ રોક લગાવી દીધી છે. 

જલ્દી રિપોર્ટ તૈયાર કરવાનો આદેશ
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ જેમ બને તેમ જલદી મામલા સંલગ્ન બદા રેકોર્ડ કમિટીના ચેરપર્સન ઈન્દુ મલ્હોત્રાને સોંપી દે. આ સાથે જ કોર્ટે કમિટીને કહ્યું કે આ મામલાનો રિપોર્ટ જલદી તૈયાર કરવામાં આવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More