Home> India
Advertisement
Prev
Next

Jaisalmer માં જવાનો સાથે પીએમ નરેન્દ્ર મોદી દિવાળી ઉજવશે

પીએમ મોદી (PM Narendra Modi)  દર વર્ષની જેમ આ વખતે પણ દિવાળી સેનાના જવાનો સાથે મનાવી શકે છે. પીએમ મોદી આ વખતે રાજસ્થાનના જેસલમેર બોર્ડર પર દિવાળી ઉજવી શકે છે. સીડીએસ જનરલ બિપિન રાવત પણ આ અવસરે તેમની સાથે રહી શકે છે. 

Jaisalmer માં જવાનો સાથે પીએમ નરેન્દ્ર મોદી દિવાળી ઉજવશે

નવી દિલ્હી: પીએમ મોદી (PM Narendra Modi)  દર વર્ષની જેમ આ વખતે પણ દિવાળી સેનાના જવાનો સાથે મનાવી શકે છે. પીએમ મોદી આ વખતે રાજસ્થાનના જેસલમેર બોર્ડર પર દિવાળી ઉજવી શકે છે. સીડીએસ જનરલ બિપિન રાવત પણ આ અવસરે તેમની સાથે રહી શકે છે. 

fallbacks

Nitish Kumar એ કરી સ્પષ્ટતા, 'મે ક્યારેય રિટાયરમેન્ટ વિશે કહ્યું નથી, લોકો ખોટું સમજ્યા'

સેના અને એસપીજીએ પ્રવાસની તૈયારીઓ પૂરી કરી
અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દર્ મોદી પોતાની દરેક દિવાળી સરહદ પર ડટેલા સૈનિકો સાથે મનાવે છે. આ વખતે પણ તેમનો સૈનિકો સાથે દિવાળી ઉજવવાનો કાર્યક્રમ લગભગ ફાઈનલ થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ વખતે તેઓ સરહદ પર બનેલી લોંગેવાલા પોસ્ટ પર દિવાળી ઉજવશે. આ માટે સેના અને એસપીજી તરફથી તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપી દેવાયું છે. 

સીડીએસ અને આર્મી ચીફ સાથે રહેશે
સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદીના આ વખતના જેસલમેર પ્રવાસમાં તેમની સાથે સીડીએસ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે પણ સાથે રહેશે. છેલ્લા 7 મહિનાથી લદાખમાં ભારત-ચીન વચ્ચે યુદ્ધ જેવા હાલાત છે આવામાં પીએમ મોદી જેસલમેર પહોંચીને સૈનિકો સાથે દિવાળી ઉજવશે તો જવાનોનો ઉત્સાહ પણ ચોક્કસપણે વધશે. 

લો ત્યારે...ભારતમાં કોરોના વાયરસની રસીની જરૂર નહીં પડે? AIIMS Director નું મોટું નિવેદન

લોંગેવાલા યુદ્ધ પર બની હતી બોર્ડર ફિલ્મ
લોંગેવાલા પોસ્ટ એ જ જગ્યા છે જ્યાં ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે 1065માં ભીષણ યુદ્ધ થયું હતું. તે વખતે પોસ્ટની સુરક્ષામાં તૈનાત પંજાબ રેજિમેન્ટના 120 જવાનોએ પાકિસ્તાનના 3000 જવાનોને મારી ભગાડ્યા હતા. આ ઘટના પરથી સુપરહિટ ફિલ્મ બોર્ડર બની હતી. 

જેસલમેરના પ્રવાસથી ચીન-પાકિસ્તાનને સંદેશ
સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ નરેન્દ્ર મોદીનો આ જેસલમેર પ્રવાસ ખુબ સમજી વિચારીને નક્કી કરાયો છે. આમ કરીને પીએમ મોદી વિસ્તારવાદી ચીન અને આતંકના આકા પાકિસ્તાનને એક સાથે કડક સંદેશ આપશે કે ભારત તેની છીછરી હરકતો સામે ઝૂકશે નહીં અને તે દરેક રીતે તેમને જડબાતોડ જવાબ આપશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More