Home> India
Advertisement
Prev
Next

PM મોદીનું 'Sydney Dialogue' માં સંબોધન, ક્રિપ્ટો કરન્સી પર આપ્યું આ મહત્વનું નિવેદન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'સિડની સંવાદ' ને 'ભારતમાં ટેક્નોલોજી વિકાસ તથા ક્રાંતિ' વિષય પર સંબોધન કર્યું.

PM મોદીનું 'Sydney Dialogue' માં સંબોધન, ક્રિપ્ટો કરન્સી પર આપ્યું આ મહત્વનું નિવેદન

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'સિડની સંવાદ' ને 'ભારતમાં ટેક્નોલોજી વિકાસ તથા ક્રાંતિ' વિષય પર સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે તે આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધા, શક્તિ અને નેતૃત્વને નવો આકાર આપે છે. તેણે પ્રગતિ અને સમૃદ્ધિના અવસરોના એક નવા યુગની શરૂઆત કરી છે. 

fallbacks

19 નવેમ્બર સુધી 'સિડની સંવાદ'નું આયોજન
સિડની સંવાદ (Sydney Dialogue) નું 17 થી 19 નવેમ્બર સુધી આયોજન થયું છે. તે 'ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પોલીસી ઈન્સ્ટિટ્યૂટ' ની એક પહેલ છે. 'સિડની સંવાદ' માં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન (Scott Morrison) અને જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે (Shinzo Abe) પણ મુખ્ય ભાષણ આપશે. 

ડિજિટલ યુગ બધુ બદલી રહ્યો છે- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે ભારતના લોકો માટે મોટા સન્માનની વાત છે કે તમે મને સિડની ડાયલોગમાં સંબોધન માટે આમંત્રણ આપ્યું. હું આ હિન્દ-પ્રશાંત ક્ષેત્ર અને ઉભરતી ડિજિટલ દુનિયામાં ભારતની કેન્દ્રીય ભૂમિકાની માન્યતા તરીકે જોઉ છું. ડિજિટલ યુગ આપણી ચારેબાજુ બધુ બદલી રહ્યો છે. તેણે રાજકારણ, અર્થવ્યવસ્થા અને સમાજને ફરીથી પરિભાષિત કર્યો છે. તે સાર્વભૌમત્વ, નૈતિકતા, કાયદા, અધિકારો અને સુરક્ષા પર નવા સવાલ ઉઠાવી રહ્યો છે. તે આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધા, શક્તિઅને નેતૃત્વને નવો આકાર આપી રહ્યો છે. 

લોકતંત્રની સૌથી મોટી તાકાત ખુલ્લાપણું- પીએમ મોદી
સિડની ડાયલોગને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે સમુદ્રતળથી લઈને સાઈબર અને અંતરિક્ષ સુધી આપણે વિભિન્ન ખતરાઓમાં નવા જોખમો અને સંઘર્ષોના નવા સ્વરૂપોનો પણ સામનો કરીએ છીએ. ટેક પહેલેથી જ વૈશ્વિક પ્રતિસ્પર્ધાનું એક પ્રમુખ સાધન બની ગયુ છે અને ભવિષ્યની આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને આકાર આપવાની કૂંજી છે. ટેક અને ડેટા નવા હથિયાર બની રહ્યા છે. લોકતંત્રની સૌથી મોટી તાકાત ખુલ્લાપણું છે. 

ક્રિપ્ટો કરન્સી ઉપર પણ બોલ્યા પીએમ મોદી
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ક્રિપ્ટોકરન્સી (Cryptourrency) ઉપર પણ પોતાનો મત રજૂ કર્યો. તેમણે કહ્યું કે 'એ મહત્વપૂર્ણ છે કે તમામ લોકતાંત્રિક દેશો ક્રિપ્ટોકરન્સી કે બિટકોઈન પર એક સાથે કામ કરે અને સુનિશ્ચિત કરે કે તે ખોટા હાથમાં ન જાય, જે આપણા યુવાઓને ખરાબ કરી શકે છે. '

ભારતમાં પાંચ મહત્વના ફેરફાર થઈ રહ્યા છે
પીએમ મોદીએ કહ્યું કે અમે ભૂતકાળના પડકારોને ભવિષ્યમાં છલાંગ લગાવવાના અવસરમાં ફેરવી રહ્યા છીએ. ભારતમાં પાંચ મહત્વપૂર્ણ પરિવર્તન થઈ રહ્યા છે. અમે દુનિયાની સૌથી વ્યાપક Public Information Infrastructure નું નિર્માણ કરી રહ્યા છીએ. 1.3 બિલિયનથી પણ વધુ ભારતીયોની એક વિશિષ્ટ ડિજિટલ ઓળખ છે. અમે 6 લાખ ગામડાઓને બ્રોડબેન્ડથી જોવાની રાહ પર છીએ. અમે દુનિયાનું સૌથી કુશળ પેમેન્ટ ઈન્ફ્રા- UPI બનાવ્યું છે. 80 કરોડથી વધુ ભારતીયો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે અને 750 મિલિયન લોકો પાસે સ્માર્ટફોન છે.  અમે પ્રતિ વ્યક્તિ ડેટાના સૌથી મોટા ગ્રાહકોમાંથી એક છીએ અને સસ્તો ડેટા આપવાના મામલે અમે દુનિયાભરના દેશોમાંથી એક છીએ. અમે શાસન, સમાવેશ, સશક્તિકરણ, કનેક્ટિવિટી, લાભ વિતરણ અને કલ્યાણ માટે ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લોકોના જીવનને બદલી રહ્યા છીએ. 

ટેક્નોલોજીથી ઝડપી રસીકરણ શક્ય બન્યું
પીએમ મોદીએ કહ્યું કે ભારતના નાણાકીય સમાવેશન, બેંકિંગ, અને ડિજિટલ ચૂકવણી ક્રાંતિ અંગે બધાએ સાંભળ્યું છે. હાલમાં જ અમે આરોગ્ય સેતુ અને CoWin નો ઉપયોગ કરીને ભારત જેવા વિશાળ દેશમાં રસીના 1.1 બિલિયનથી વધુ ડોઝ આપવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો. અમે અમારા કરોડો લોકો માટે સસ્તા અને સાર્વભૌમિક સ્વાસ્થ્ય દેખભાળ માટે એક રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશન પણ બનાવી રહ્યા છીએ. 'અમારું 'વન નેશન, વન કાર્ડ' દેશમાં ગમે ત્યાં અબજો શ્રમિકોને લાભ પહોંચાડશે.'

ભારત પાસે ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટ અપ ઈકો સિસ્ટમ
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત પાસે દુનિયાની ત્રીજી સૌથી મોટી અને ઝડપથી આગળ વધનારી સ્ટાર્ટ અપ ઈકો સિસ્ટમ છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્વાસ્થ્ય અને શિક્ષણમાં સમાધાન પ્રદાન કરતા નવા યુનિકોન આવી રહ્યા છે. ભારતના ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, તથા કૃષિ ક્ષેત્ર પણ મોટા પાયે ડિજિટલ પરિવર્તનના દૌરથી પસાર થઈ રહ્યા છે. અમે સ્વસ્છ ઉર્જા સંક્રમણ, સંશાદનોના રૂપાંતરણ અને જૈવ વિવિધતાના સંરક્ષણ માટે ડિજિટલ ટેકનિકનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More