Home> Technology
Advertisement
Prev
Next

Top 5 Tablets: 20,000 રૂપિયાની અંદર લઈ શકો છો આ શાનદાર ટેબલેટ્સ

સ્માર્ટફોનની સ્ક્રિન સાઈઝ વધી જતા ટેબલેટનો ઉપયોગ આજના યુગમાં પહેલા કરતા ઘણો ઘટી ગયો છે. આજકાલ મોટા ભાગના સ્માર્ટફોનની સ્ક્રિનની સાઈજ 6.7 ઈંચ હોય છે. જો કે એજ્યુકેશન અથવા મનોરંજન માટે અનેક લોકો આજે પણ ટેબલેટ લેવાનું પસંદ કરે છે. અહીં અમે તમને જણાવીશું 5 એવા ટેબલેટ જેની કિંમત 20,000 રૂપિયાની અંદર છે.
 

Top 5 Tablets: 20,000 રૂપિયાની અંદર લઈ શકો છો આ શાનદાર ટેબલેટ્સ

નવી દિલ્હીઃ સ્માર્ટફોનની સ્ક્રિન સાઈઝ વધી જતા ટેબલેટનો ઉપયોગ આજના યુગમાં પહેલા કરતા ઘણો ઘટી ગયો છે. આજકાલ મોટા ભાગના સ્માર્ટફોનની સ્ક્રિનની સાઈજ 6.7 ઈંચ હોય છે. જો કે એજ્યુકેશન અથવા મનોરંજન માટે અનેક લોકો આજે પણ ટેબલેટ લેવાનું પસંદ કરે છે. અહીં અમે તમને જણાવીશું 5 એવા ટેબલેટ જેની કિંમત 20,000 રૂપિયાની અંદર છે.

fallbacks

fallbacks

Nokia T20-
આ સેગમેન્ટમાં આ સૌથી લેટેસ્ટ એન્ટ્રી લેવલ ટેબલેટ છે. Nokia T20માં 4GB રેમ અને 64GB સ્ટોરેજ આપવામાં આવી છે. આ ટેબલેટમાં WiFi અને LTE બંને કનેક્ટિવિટીનું ઓપશન આપવામાં આવ્યું છે. આની સ્ક્રિન સાઈઝ 10.4 ઈંચની છે. આ ટેબલેટમાં 2K સ્ક્રિન આપવામાં આવી છે. આ ટેબલેટમાં 2 વર્ષની OS અપડેટ્સ અને 3 વર્ષની સિક્યોરિટી અપડેટ્સ આપવામાં આવશે. આ ટેબલેટમાં 8 અને 2 મેગાપિક્સલના 2 કેમેરા આપવામાં આવ્યા છે.

fallbacks

Samsung Galaxy Tab A7-
Samsung Galaxy Tab A7માં પણ 10.4 ઈંચની સ્ક્રિન આપવામાં આવી છે. આમાં 3GB રેમ અને 64GB સ્ટોરેજ આપવામાં આવી છે. આ ટેબલેટમાં Qualcomm Snapdragon 662 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ટેબલેટમાં ક્વોડ સ્પીકર સાઉન્ડ આપવામાં આવ્યો છે. આ ટેબલેટમાં 8 અને 2 મેગાપિક્સલના કેમેરા આપવામાં આવ્યા છે.

fallbacks

Realme Pad-
Realme Padમાં પણ 10.4 ઈંચની WUXGA+ સ્ક્રિન આપવામાં આવી છે. આ ટેબલેટમાં MediaTek Helio G80 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ટેબલેટમાં ડોલ્બી એટમોસ ક્વોડ સ્પીકર આપવામાં આવ્યા છે. આ ટેબલેટમાં ફ્રંટ અને રિયરમાં 8MPનો અલ્ટ્રાવાઈડ કેમેરો આપવામાં આવ્યો છે.

fallbacks

Lenovo Tab K10-
Lenovo Tab K10માં 10.3 ઈંચની ફુલ HD+ સ્ક્રિન આપવામાં આવી છે. આ ટેબલેટમાં 4GB રેમ અને 64GB સ્ટોરેજ આપવામાં આવી છે. આ ટેબલેટમાં MediaTek Helio P22T પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ટેબલેટમાં 8 અને 2 મેગાપિક્સલના 5 કેમેરા આપવામાં આવ્યા છે.

fallbacks

TCL Tab 10s-
TCL Tab 10sમાં 10.1 ઈંચની WUXGA ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ટેબલેટમાં 3GB રેમ અને 64GB સ્ટોરેજ આપવામાં આવી છે. આ ટેબલેટમાં MediaTek MT8768 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ટેબલેટ સ્ટાઈલસ સાથે આવે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More