Pune Misdeed Accused Forced Girl to Get Intimate With Cousin: મહારાષ્ટ્રના પુણેમાં થોડા દિવસો પહેલા સરકારી બસમાં મહિલા પર થયેલા બળાત્કારની ઘટનાની શાહી સુકાઈ નથી, જે કેસમાં પોલીસે આરોપીઓને પકડવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. ત્યારે પુણેમાંથી જ ફરી બળાત્કારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાની આગ હજુ ઠંડી પણ નહોતી પડી. ત્યાં બે લોકોએ 19 વર્ષની છોકરી પર તેના પિતરાઈ ભાઈની સામે છરીની અણીએ બળાત્કાર કર્યો છે. એટલું જ નહીં, આ બંને ગુનેગારોએ યુવતી અને તેના પિતરાઈ ભાઈને શારીરિક સંબંધ બાંધવા દબાણ પણ કર્યું હતું. આ દરમિયાન તેમણે આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. પોલીસે FIR નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં તૂટ્યો 125 વર્ષ જૂનો રેકોર્ડ, 'લા-નીના' પર સૌથી મોટું અપડેટ
પિતરાઈ ભાઈ સાથે ઈન્ટિમેટ થવા માટે કરી મજબૂર
આ ઘટના પુણેના રંજનગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના શિરુર તાલુકામાં બની હતી. કેસની તપાસ કરી રહેલા રંજનગાંવ એસપી મહાદેવ વાઘમોડેએ જણાવ્યું કે શનિવારે રાત્રે યુવતી તેના પિતરાઈ ભાઈ સાથે તેના ઘરની નજીક એકાંત જગ્યાએ બેઠી હતી. ત્યારે ત્યાં બાઇક પર બે યુવકો આવ્યા, જેમની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે હતી. બંનેએ ભાઈ-બહેનની સામે બાઇક રોકી હતી અને છરી દેખાડી ધમકી આપવાનું શરૂ કર્યું હતું. આરોપીઓએ બંનેને શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. આ ઘૃણાસ્પદ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો.
અમેરિકામાં અનોખી હરાજી; અંડરવેર, હુડી, ટાઈની કિંમત જાણીને ઉડી જશે હોંશ, આ 3 વસ્તુ...
પછી એક પછી એક જણાએ બળાત્કાર કર્યો
ત્યારબાદ આરોપીઓએ તેમના પિતરાઈ ભાઈની સામે છરી બતાવી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ સાથે આરોપીએ યુવતીની નાકની નથ અને સોનાનું પેન્ડન્ટ લૂંટીને ભાગી ગયા હતા. આ પછી યુવતીએ 112 ડાયલ કરીને પીસીઆરને કોલ કરીને ઘટનાની જાણકારી આપી હતી. માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે યુવતીની ફરિયાદ પર એફઆઈઆર નોંધી છે. આ પછી પોલીસે કોઈ સમય બગાડ્યા વિના આરોપીની ધરપકડ કરી લીધી.
12 પાસ ઉમેદવારો માટે પોલીસમાં મોટી ભરતી, અરજી પહેલા જાણો શું છે સરકારનું નોટિફિકેશન?
પોલીસે આરોપીઓની BNSની સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરી છે અને તેમને 7 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે