Champions Trophy 2025 Ind vs Aus : ભારત જીતે અને પાકિસ્તાન ખુશ થાય, એવું ક્યારેય શક્ય નથી. મોટાભાગે તે ભારત કે ભારત સાથે જોડાયેલા લોકોને ફાયદો થાય તો તેનાથી સહન થતું નથી, પરંતુ આજે આ પીડા એટલી હદે વધી શકે છે કે તેની કલ્પના પણ કરી શકાતી નથી. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલમાં ભારતીય ટીમનો સામનો ઓસ્ટ્રેલિયા સામે છે. જો ભારત આ મેચ જીતે છે, તો માત્ર પાકિસ્તાનની ટીમ, ક્રિકેટ બોર્ડ જ નહીં પરંતુ પાકિસ્તાની ચાહકો પણ નિરાશ થઈ જશે.
જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સફળ રહેશે તો ટૂર્નામેન્ટની ટાઈટલ મેચ દુબઈમાં જ રમાશે. આનો અર્થ એ થયો કે યજમાન હોવા છતાં પાકિસ્તાનને ફાઈનલની યજમાનીમાંથી બહાર થવું પડશે. તે પોતાની જ આયોજિત ટુર્નામેન્ટમાં મહેમાન બનશે. પાકિસ્તાન દ્વારા 128 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ ગદ્દાફી સ્ટેડિયમ સુનું જ રહેશે. જો ઓસ્ટ્રેલિયા જીતે છે તો પાકિસ્તાન પાસે 9 માર્ચે રમાનાર ફાઈનલની યજમાની કરવાનો મોકો હશે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં 2015 વર્લ્ડકપની સેમિફાઇનલ જેવો સંયોગ, ફેન્સના વધ્યા ધબકારા
બીજી તરફ નોકઆઉટ મેચોમાં હંમેશા બંને ટીમો વચ્ચે સખત સ્પર્ધા જોવા મળે છે. આ વખતે ભારતીય ટીમ 2023માં ઘરઆંગણે આયોજિત વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે. ODI ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 151 મેચ રમાઈ છે, જેમાંથી ઓસ્ટ્રેલિયાએ 84 મેચ જીતી છે અને ભારતે 57 મેચ જીતી છે. આ સિવાય 10 મેચ અનિર્ણિત રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફી અને અન્ય આઈસીસી ટૂર્નામેન્ટમાં પણ બંને ટીમોનો હેડ ટુ હેડ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની તરફેણમાં રહ્યો છે. બંને ટીમો વચ્ચે 18 ICC ODI મેચોમાંથી ઓસ્ટ્રેલિયાએ 10માં જીત મેળવી છે, જ્યારે ભારતે 7માં જીત મેળવી છે.
ICC નોકઆઉટ રાઉન્ડમાં પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સ્પર્ધા કપરી રહી છે. બંને ટીમોએ નોકઆઉટ મેચોમાં 4-4 વખત જીત મેળવી છે, પરંતુ તાજેતરના વર્ષોમાં ઓસ્ટ્રેલિયાએ સતત ત્રણ નોકઆઉટ મેચોમાં ભારતને હરાવ્યું છે. આ આંકડો ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય હોઈ શકે છે, કારણ કે 2011 વર્લ્ડ કપ પછીથી ભારતને ICC નોકઆઉટ મેચોમાં ઓસ્ટ્રેલિયા સામે કોઈ જીત મળી નથી.
વરસાદના કારણે IND vs AUS સેમીફાઈનલ રદ થાય તો કોને મળશે ફાઈનલની ટિકિટ? ખાસ જાણો
ICC નોકઆઉટમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનો હેડ ટુ હેડ રેકોર્ડ
1998માં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, જ્યારે 2000માં પણ ભારતે ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયન્સ ટ્રોફીમાં હરાવ્યું હતું. આ પછી 2003 ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું, જ્યારે 2007 T20 વર્લ્ડ કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. 2011માં ભારતે ODI વર્લ્ડ કપ જીત્યો હતો, પરંતુ 2015 ODI વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ પછી 2023માં ઓસ્ટ્રેલિયાએ ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ODI વર્લ્ડ કપ બંનેમાં હરાવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે