ચંડીગઢ: પંજાબના ફિરોઝપુરમાંથી બીએસએફએ આજે એક યુવકની જાસૂસી કરવાના આશંકા હેઠળ ધરપકડ કરી છે. યુવકની ઉંમર 21 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે અને હાલ બીએસએફ અને અન્ય એજન્સીઓ દ્વારા તેની પૂછપરછ થઈ રહી છે. મળતી માહિતી મુજબ યુવક પાસે પાકિસ્તાની ફોન નંબરોવાળો એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે.
વિંગ કમાન્ડર અભિનંદનની આજે વતન વાપસી, વાઘા બોર્ડર પર થશે સ્વાગત
તપાસકર્તાઓએ કહ્યું કે ધરપકડ કરાયેલા યુવકનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈસ્લામિક સમૂહો સાથેના તેના સંબંધ દર્શાવે છે. તેમણે જણાવ્યું કે જાસૂસ પાસેથી પાકિસ્તાની સીમ કાર્ડ અને કેમેરા મળી આવ્યો છે. તેનો મોબાઈલ નંબર પાકિસ્તાનના આઠ સમૂહો સાથે જોડાયેલો છે. તેની પાસેથી છ અન્ય પાકિસ્તાની નંબરો મળી આવ્યા છે. ધરપકડ કરાયેલો આરોપી ઉત્તર પ્રદેશના મુરાદાબાદનો રહીશ છે. કહેવાય છે કે પાકિસ્તાની જાસૂસ અહીંની બીએસએફ પોસ્ટની તસવીરો લેતો હતો.
અત્રે જણાવવાનું કે ભારતીય સેનાના 3 અંગોએ ગુરુવારે કહ્યું હતું કે તેઓ સંપૂર્ણ સતર્ક છે. તેમણે જણાવ્યું કે એક દિવસ પહેલા જ પાકિસ્તાની વિમાનોએ જમ્મુ અને કાશ્મીર સ્થિત ભારતીય સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાની કોશિશ કરી હતી. પરંતુ તેમણે ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું. સેનાના ત્રણેય અંગો તરફથી જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં એર વાઈસ માર્શનલ આર જી કે કપૂરે મીડિયાને જણાવ્યું હતું કે પાકિસ્તાની વાયુસેનાએ બુધવારે જમ્મુ અને કાશ્મીર સ્થિત રાજોરીના પશ્ચિમ વિસ્તારમાં ભારતીય એર સ્પેસને ક્રોસ કરી હતી.
પાકિસ્તાન ભારતના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાની કોશિશમાં હતું પરંતુ ભારતના મિગ, સુખોઈ અને મિરાજ વિમાનોએ પાકિસ્તાનના વિમાનોને પાછા ભાગવા માટે મજબુર કર્યા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે