Home> Technology
Advertisement
Prev
Next

48 MP કેમેરાવાળો રેડમી નોટ 7 Pro લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી (Xiaomi)એ નવા સ્માર્ટફોન રેડમી નોટ 7 પ્રો (Redmi Note 7 Pro) ને ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનમાં 48MP નો રિયર કેમેરા છે. Redmi Note 7 Pro ના રિયર કેમેરામાં સોનીના IMX586 ઇમેજ સેંસર આપવામાં આવ્યું છે.

48 MP કેમેરાવાળો રેડમી નોટ 7 Pro લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

નવી દિલ્હી: ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી (Xiaomi)એ નવા સ્માર્ટફોન રેડમી નોટ 7 પ્રો (Redmi Note 7 Pro) ને ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનમાં 48MP નો રિયર કેમેરા છે. Redmi Note 7 Pro ના રિયર કેમેરામાં સોનીના IMX586 ઇમેજ સેંસર આપવામાં આવ્યું છે. સૌથી મોટી વાત છે કે શાઓમીના આ શાનદાર સ્માર્ટફોનની કિંમત ફિચર પૈક્ડ સ્માર્ટફોન્સની તુલનામાં ઓછી છે. રેડમી Note 7 Pro સ્માર્ટફોન કંપનીની ઓફિશિયલ વેબસાઇટ અને ફ્લિપકાર્ટ પર 13 માર્ચથી સેલ માટે ઉપલબ્ધ હશે.

fallbacks

13 હજારથી પણ ઓછી કિંમત લોન્ચ થયું Mi નું સ્માર્ટ ટીવી, ધાંસૂ છે ફિચર્સ

Redmi Note 7 Pro ની કિંમત
Redmi Note 7 Pro ની શરૂઆતી કિંમત ભારતમાં 13,999 રૂપિયા છે. આ કિંમત તેના 4GB રેમ/64GB સ્ટોરેજ વેરિએન્ટની છે. તેના 6GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 16,999 રૂપિયા છે. નવો Redmi સ્માર્ટફોન બિલકુલ નવી 'Aura Design' સાથે આવે છે અને તેમાં વોટરડ્રોપ સ્ટાઇલ નોચ આપવામાં આવી છે. સ્માર્ટફોન Space Black, Neptune Blue અને Nebula Red કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 
fallbacks
જો પાકિસ્તાન સાથે યુદ્ધ થાય, તો ભારત પર પડશે આ 6 મોટી અસર

રેડમી નોટ 7 પ્રોના ફિચર્સ
Redmi Note 7 Pro માં ગ્લાસ બેક અને વોટરડ્રોપ નોચ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 6.3 ઇંચની LCD ડિસ્પ્લે ફૂલ એચડી+રિઝોલ્યૂશનની સાથે આપવામાં આવી છે. તેનું રિઝોલ્યૂશન 2340 x 1080 પિક્સલ છે અને તેનો આસ્પેક્ટ રેશ્યો 19:5:9 છે. શાઓમીએ સ્માર્ટફોનના ફ્રંટ અને બેંક બંને જગ્યાએ Corning Gorilla Glass 5 નું પ્રોટેક્શન આપ્યું છે. સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર ક્વોલકોર સ્નૈપડ્રૈગન 675 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સારા ગેમિંગ માટે તેમાં Adreno 612 GPU આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ સ્માર્ટફોનને AnTuTu બેંચમાર્કમાં 180,000 થી વધુનો સ્કોર પ્રાપ્ત કર્યો છે.

5 કેમેરાવાળો Nokia 9 PureView થયો લોન્ચ, જાણો કિંમત અને અન્ય ખૂબીઓ

નોટ 7 પ્રોનો કેમેરા
Redmi Note 7 Pro માં 48MP નો રિયર કેમેરા આપવામાં આવ્યો છે. જેમાં Sony IMX586 ઇમેજ સેંસર લાગેલ છે અને આ સાથે જ તેમાં 5MP નું ડેપ્થ સેંસર પણ સામેલ છે. સ્માર્ટફોન ઘણા AI ડિટેક્શન, AI લાઇટ ટ્રેલ અને AI પોટ્રેટ 2.0 મોડની સાથે આવે છે. આ સ્માર્ટફોન 4K વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ સાથે આવે છે. સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં 13MP નો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં 4,000mAh ની બેટરી આપવામાં આવી છે, જે ક્વોલકોમ ક્વિક ચાર્જ 4 ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. સ્માર્ટફોન એંડ્રોઇડ 9 પાઇ બેસ્ટ MIUI 10 ની સાથે પ્રીલોડેડ આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More