Home> India
Advertisement
Prev
Next

રાહુલ ગાંધીએ RSS-સાવરકર વિશે આપ્યું એવું નિવેદન....રાજકીય ઘમાસાણના એંધાણ

Rahul Gandhi on RSS: કોંગ્રેસના નેતા અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ પોતાની ભારત જોડો યાત્રા દરમિયાન ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર આકરા પ્રહાર કર્યા છે. તેમના આ નિવેદનથી રાજકીય ખળભળાટ મચે તેવા એંધાણ છે. જાણો તેમણે શું કહ્યું? 

રાહુલ ગાંધીએ RSS-સાવરકર વિશે આપ્યું એવું નિવેદન....રાજકીય ઘમાસાણના એંધાણ

Rahul Gandhi on RSS: કોંગ્રેસના નેતા અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ પોતાની ભારત જોડો યાત્રા દરમિયાન ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર આકરા પ્રહાર કર્યા છે. પોતાના એક લેટેસ્ટ નિવેદનમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, 'મહાત્મા ગાંધી અને નહેરુએ દેશને આઝાદ કરાવ્યા પરંતુ મારી સોચ કહે છે કે RSS અને સાવરકર આઝાદીની લડતમાં ક્યાંય નહતાં.'

fallbacks

નફરત અને હિંસા ફેલાવવી એ રાષ્ટ્ર વિરોધી કામ
ભાજપ દ્વારા કોંગ્રેસ PFI નું સમર્થન કરી રહી છે તેવા આરોપ પર જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'મારો વિચાર છે કે તેનાથી કોઈ ફરક પડતો નથી કે નફરત ફેલાવનાર વ્યક્તિ કોણ છે અને કયા સમુદાયથી આવે છે, નફરત અને હિંસા ફેલાવવી એ એક રાષ્ટ્ર વિરોધી કાર્ય છે અને અમે એ દરેક વ્યક્તિ વિરુદ્ધ લડીશું જે નફરત ફેલાવશે.'

RSS-સાવરકર પર આપ્યું આ નિવેદન
રાહુલ ગાંધીએ સંઘ પરિવાર પર પ્રહાર કરતા કહ્યું કે મારી સમજ મુજબ RSS અંગ્રેજોની મદદ કરતા હતા અને સાવરકરને અંગ્રેજો તરફથી વજીફો (પૈસા) મળતા હતા. આ ઐતિહાસિક તથ્ય છે. સ્વતંત્રતા સંગ્રામમાં ક્યાંય પણ ભાજપ દેખાશે નહીં. 

તેમણે કહ્યું કે એ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ હતા જેમણે અંગ્રેજો સામે લડત લડી, જેમણે જેલમાં અનેક વર્ષો વીતાવ્યા. મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ, તેમણે અંગ્રેજો સામે લડતા પોતાના જીવ આપી દીધા. 

ભારત જોડો યાત્રાને દેશનું સમર્થન
રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ એકલો દેશને વહેંચવાનું કામ કરી રહ્યો છે. આ જ કારણ છે કે અમારે ભારત જોડો યાત્રા કાઢવી પડી. હું એકલો નથી જે આ યાત્રામાં સામેલ છે, અમારી આ યાત્રામાં લાખો લોકો પગપાળા જોડાયા છે. અત્રે જણાવવાનું કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની કેટલીક તસવીરો વચ્ચે વચ્ચે વાયરલ થતી રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More