Home> India
Advertisement
Prev
Next

રાહુલે રાફેલ મુદ્દે ફરી મોદીને ઘેર્યા કહ્યું ભાવ પુછ્યા બાદ અસહજ થઇ જાય છે PM

રાહુલ ગાંધીએ કહ્યું કે રાફેલ ડીલ મુદ્દે પર્દા પાછળ જરૂર કંઇક ખેલ થયો છે

રાહુલે રાફેલ મુદ્દે ફરી મોદીને ઘેર્યા કહ્યું ભાવ પુછ્યા બાદ અસહજ થઇ જાય છે PM

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એકવાર ફરીફી રાફેલ ડીલ મુદ્દે વડાપ્રધાન મોદી અને સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણ પર સવાલ ઉઠાવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષનું કહેવું છેકે આ ડીલના  મુદ્દે પર્દાની પાછળ કંઇક ખેલ જરૂર થયો છે, અને તેને દબાવવા માટે સીતારમણ કોઇના દબાણમાં કામ કરી રહ્યા છે. રવિવારે રાફેલડીલના મુદ્દે રાહુલે ટ્વીટ દ્વારા વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ દરમિયાન પોતાના ભાષણમાં કહેલી વાત ફરી એકવાર દોહરાવી હતી.

fallbacks

રવિવારે રાફેલ ડીલના મુદ્દે રાહુલે ટ્વીટ દ્વારા વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું, તેમણે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન પોતાના ભાષણમાં આ વાત ફરી કરી હતી. રાહુલના અનુસાર  સંરક્ષણ મંત્રી કોઇના દબાણમાં  રાફેલ ડીલ મુદ્દે યોગ્ય વાતો નથી મુકી રહ્યા. જ્યારે વડાપ્રધાન મોદી મુદ્દે ટ્વીટમાં લખ્યું છે કે તેમની સંસદમાં મુસ્કાન પાછળ એક ગભરાટ જોવા મળી, એટલા માટે તેઓ મારી તરફથી નથી જોઇ શકતા. નિશ્ચિત રીતે રાફેલ સોદામાં હવે ગોટાળાની આશંકા ગહેરાઇ રહી છે. રાફેલનો ભાવ પુછતા જ વડાપ્રધાન અસહજ થઇ જાય છે. 

રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર હનની નોટિસ
બીજી તરફ રાફેલ ડીલ પર રાહુલ માટે દબાણ મુદ્દે વળતો હૂમલો કરવાની તૈયારીમાં છે. ભાજપના ચાર સાંસદોએ રાહુલ ગાંધીની વિરુદ્ધ વિશેષાધિકાર હનની નોટિસ ફટકારી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષે વડાપ્રધાન મોદી અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણની વિરુદ્ધ ખોટા આરોપો લગાવીને સંસદને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો. ભાજપ સાંસદ નિશિકાંત દુબે, અનુરાગ ઠાકુર, દુષ્યંત સિંહ અને પ્રહલાદ જોશીએ લોકસભા અધ્યક્ષને નોટિસ આપી છે. 

સંસદીય કાર્યમંત્રી  અનંત કુમારે કહ્યું હતું ક સદનના નિયમો અનુસાર કોઇ પણ સભ્યની વિરુદ્ધ આરોપ લગાવતા પહેલા નોટિસ આપવી જોઇતી હતી. તેમણે લોકસભા અધ્યક્ષને આરોપોના સમર્થનમાં સામગ્રી સોપવી જોઇએ. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, સીતારમણ તેમ કહીને દેશને ગુમરાહ કર્યો કે ફ્રાંસ સાથે થયેલ રાફેલ સોદા મુદ્દે ભારત ગુપ્તતાની શરતોથી બંધાયેલું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More