Home> India
Advertisement
Prev
Next

રાહુલે PMના ગળે તો મળ્યા પરંતુ દેશ પોતાના ગળે નહી પડવા દે : ભાજપ

ભાજપે કહ્યું કે લોકો લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે ફરી એકવાર નકારીને પોતાના ગળે કોંગ્રેસને નહી પડવા દે

રાહુલે PMના ગળે તો મળ્યા પરંતુ દેશ પોતાના ગળે નહી પડવા દે : ભાજપ

નવી દિલ્હી : ભાજપે રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો કે ભલે તેઓ પરાણે વડાપ્રધાનનાં ગળે મળ્યા પરંતુ આવતા વર્ષે લોકસભા ચૂંટણીમાં દેશની જનતા તેમને ગળે નહી લગાવે. કોંગ્રેસ કાર્યસમિતીમાં ગાંધી દ્વારા અપાયેલા ભાષણ મુદ્દે તેમના પર પ્રહાર કરતા ભાજપના મીડિયા પ્રભારી અનિલ બલુીએ કહ્યું કે લોકો સામાન્ય ચૂંટણીમાં તેમને ફગાવી શકે છે. હિંદીમાં પોતાના ટ્વીટમાં તેમણે એવો પણ દાવો કર્યો કે કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં માત્ર 150 સીટો પર લડવાનો નિર્ણય લીધો છે, જ્યારે રાહુલ ગાંધી વડાપ્રધાન બનવાનું સપનું જોઇ રહ્યા છે. 

fallbacks

તેમણે ટ્વીટ કર્યું, સાંભળ્યું છે કે હતાશ અને નિરાશામાં ડુબેલી કોંગ્રેસે પોતાની બેઠકમાં 150 સીટો પર ચૂંટણી લડવાનું લક્ષ્યાંક મુક્યું છે જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ વડાપ્રધાન બનવાનું સપનું જોઇ રહ્યા છે. એનડીએ સરકારની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન લોકસભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાનને ગળે મળવા અંગે લખ્યું, રાહુલજી, તમે સંસદમાં પરાણે વડાપ્રધાનનાં ગળે તો પડી શકો છો પરંતુ જનતા 2019માં તમને પોતાનાં ગળે નહી પડવા દે. તમે 2024માં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરો.

કોંગ્રેસ કાર્યસમિતીની બેઠકમાં પુર્વ વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા નરેન્દ્ર મોદી પર હૂમલો કરવા અંગે બલૂનીએ કહ્યું કે, મનમોહનસિંહની સરકારનું લક્ષ્ય ભ્રષ્ટાચાર વધારવાનું હતું, પરંતુ હાલમાં રાજગ સરકારનું લક્ષ્યાંક ખેડૂતોની આવક બમણી કરવાની છે. 

અગાઉ કોંગ્રેસે શુક્રવારે દાવો કર્યો હતો કે, રાહુલ ગાંધીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગળે મળવાનું વડાપ્રધાન મોદી માટે ખુબ જ મોટુ આશ્ચર્ય રહ્યું અને તેને નફરત તથા હિંસાની તેમની રાજનીતિનો પર્દાફાશ થઇ ગયો. વિપક્ષી પાર્ટીએ સવાલ કર્યો કે વડાપ્રધાન મોદી જ્યારે પાકિસ્તાન નેતા નવાઝ શરીફને ગળે મળવાનો સ્વીકાર કરી શકે છે તો તેઓ પોતાનાં જ દેશવાસીઓને ગળે મળવાનું ગરિમાપુર્વક કેમ નથી સ્વિકારી શકતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More