Home> India
Advertisement
Prev
Next

દીપિકા સાથે લગ્ન છતા પણ રણબીરે નથી કર્યું આ કામ, કહ્યું મને નથી લાગતું હું પરણેલો છું !

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ગત મહિને જ ઇટાલીમાં લગ્ન કર્યા હતા

દીપિકા સાથે લગ્ન છતા પણ રણબીરે નથી કર્યું આ કામ, કહ્યું મને નથી લાગતું હું પરણેલો છું !

નવી દિલ્હી : બોલિવુડ એક્ટર રણવીર સિંહ અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા બાદ કેટલાક પરિવર્તનો આવે તેવું લોકોને લાગી રહ્યું હતું. જો કે રણવીરે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, લગ્ન થઇ જવા છતા પણ તેનાં વ્યક્તિત્વમાં કોઇ જ પરિવર્તન આવ્યું નથી. દીપિકા પોતે પણ નથી ઇચ્છતી કે રણવીરનાં વ્યક્તિત્વમાં કોઇ જ પરિવર્તન આવે. દીપિકા અને રણવીર ગત્ત મહિને ઇટાલીમાં લગ્ન કર્યા હતા. રણવીરે એક અગ્રણી અખબારનાં એક સત્ર દરમિયાન કહ્યું કે, લગ્ન મારા માટે સૌથી સારી વસ્તું છે. મને કોઇ પ્રકારનાં જાદુનો અનુભવ થઇ રહ્યો છે, કોઇ પ્રકારની એવી શક્તિ કે જેનાં કારણે હું અનુભવી રહ્યો છું કે હું અજેય છું. 

fallbacks

fallbacks

SBI ગ્રાહકો સાવધાન! 1 જાન્યુઆરીથી નહી ઉપાડી શકો પૈસા, ઝડપથી કરો આ ઉપાય...

લગ્ન કર્યા બાદ તે જમીન સાથે જોડાયેલો અને સુરક્ષીત અનુભવ કરી રહ્યો છું. તેણે કહ્યું કે, લગ્નનાં કારણે તેમણે પોતાની પદ્ધતીમાં અને વ્યક્તિત્વમાં કોઇ જ પરિવર્તન નથી કર્યું. રણવીરે કહ્યું કે, મને નથી લાગતું કે હુ પરણીત છું એટલે મારા પહેરવેશ અને પદ્ધતીમાં પરિવર્તન કરીશ.જો તે કુદરતી રીતે થશે તો થવા દઇશ, તેને અટકાવીશ નહી પરંતુ કોઇ પણ વસ્તું મારી જાત પર થોપીશ પણ નહી. રણવીર હાલ પોતાની ફિલ્મ સિંબા મુદ્દે ખુબ જ વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે સેફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન જોવા મળશે. સિંબા 28 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. 

fallbacks

PM મોદી મહારાષ્ટ્રને આપશે 41 હજાર કરોડની ભેટ, અકલ્પનીય યોજનાઓનું ભુમિપુજન...

હાલમાં જ લગ્નના બંધનથી બંધાયેલ અભિનેત્રી દીપિકા પાદુકોણનાં પતિ રણવીરની આગામી ફિલ્મ સિમ્બા મુદ્દે ભવિષ્યવાણી કરી છે. દીપિકાનું કહેવું છે કે આ ફિલ્મ એક સુપર હીટ સાબિત થશે. ગુરૂવારે દીપિકાએ નિક્લોડિયન કિડ્સ ચોઇસ એવોર્ડ દરમિયાન આ વાત કરી હતી. દીપિકાએ કહ્યું કે, મને પણ રોહિત શેટ્ટી સાથે કામ કરવાની તક મળી છે તે ઉત્તમ પ્રકારની ફિલ્મો બનાવે છે.

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More