Home> India
Advertisement
Prev
Next

VIDEO : રામાયણમાં મહાભારત! રામલીલામાં રાવણ અને રામ ઝઘડ્યા, બથ્થંબથ્થા આવી ગયા

Amroha Ki Ramleela Ka Viral Video: રામાયણમાં મહાભારતના લાઈવ દ્રશ્યો રામલીલાના સ્ટેજ પર ભજવાયા હતા. રાવણે રામલીલામાં રામને ધક્કો મારતાં તે સ્ટેજ પરથી નીચે પડતાં બચી ગયો હતો બાદમાં તો રાવણ અને રામ વચ્ચે બથ્થમ બથ્થા થઈ ગઈ હતી

VIDEO : રામાયણમાં મહાભારત! રામલીલામાં રાવણ અને રામ ઝઘડ્યા, બથ્થંબથ્થા આવી ગયા

Dussehra 2024 : 12 ઓક્ટોબરના રોજ દેશભરમાં વિજયાદશમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ઘણી જગ્યાએ રામલીલા ભજવાઈ હતી. હાલમાં સોશિયલ મીડિયા પર એક વાયરલ થયો છે જે તમને હસવા માટે મજબૂર કર દેશે. રામલીલામાં રામ અને રાવણની ભૂમિકા ભજવી રહેલા કલાકારો રીલને બદલે રિયલ લાઈફમાં ઝઘડા પર ઉતરી આવ્યા હતા.

fallbacks

રિપોર્ટ અનુસાર આ મામલો ઉત્તર પ્રદેશના અમરોહાનો છે. જ્યાં વિજયાદશમીના દિવસે રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રામ અને રાવણ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. પરંતુ અચાનક બંને કલાકારો સામ સામે આવી ગયા હતા અને સ્ટેજને લડાઈનો અખાડો બનાવી દીધો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે.

180 કિલોના શખ્સને ફાયરના 11 જવાનોએ મહામહેનતે ચોથા માળથી નીચે ઉતાર્યો, દેવું થઈ જતા કર્યો આપઘાતનો પ્રયાસ

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સ્ટેજ સજાવવામાં આવ્યું છે. રામ અને રાવણ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. લક્ષ્મણ પણ સ્ટેજ પર છે. તીર વડે સામ સામે લડાઈ ચાલી રહી છે.  આ સમયે રાવણ રામનું પાત્ર ભજવતા અભિનેતાને ધક્કો મારે છે. આવી સ્થિતિમાં, કલાકારનું સંતુલન બગડે છે. જેના કારણે તે ગુસ્સે થઈ જઈ રાવણ પર હુમલો કરે છે અને બંને વચ્ચે ઝપાઝપી થઈ જાય છે. જો કે ત્યાં હાજર આયોજકો સ્ટેજ પર પહોંચીને બંનેને ઝધડતા અટકાવે છે.

 

 

આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. આ ક્લિપ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી છે. X યુઝરે @SachinGuptaUP પોસ્ટ કરી અને લખ્યું - UPના અમરોહામાં રામલીલા સ્ટેજ દરમિયાન રામ-રાવણ રિયલ લાઈફમાં સામ સામે ટકારાયા.  

સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને હજારો વ્યૂઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે. જ્યારે યુઝર્સ ખૂબ જ મસ્તી કરી રહ્યા છે. એક સજ્જન લખે છે - રામાયણમાં મહાભારત, આ ખોટું થયું. બીજાએ લખ્યું કે હરિદ્વારવાળી રામલીલાની સરખામણીમાં આ કંઈ નથી. એ જ રીતે કેટલાક યુઝર્સે આ વિડીયો પર જબરદસ્ત કોમેન્ટો કરી છે.

શિયાળા માટે પણ ચોંકાવનારી આગાહી, બંગાળની ખાડીનું તોફાન આખા ભારતમાં કાતિલ ઠંડી લાવશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More