Home> Technology
Advertisement
Prev
Next

જિયોનો દિવાળી ધમાકો! લોન્ચ કર્યાં બે નવા પ્લાન, અનલિમિટેડ 5G ડેટા, Swiggy-Amazon નું ફ્રી સબ્સક્રિપ્શન

Reliance Jio Recharge Plan: રિલાયન્સ જિયોએ દિવાળી પહેલા યુઝર્સ માટે બે નવા પ્લાન લોન્ચ કર્યાં છે. આવો જાણીએ આ પ્લાનમાં મળતા ફાયદા વિશે...

 જિયોનો દિવાળી ધમાકો! લોન્ચ કર્યાં બે નવા પ્લાન, અનલિમિટેડ 5G ડેટા, Swiggy-Amazon નું ફ્રી સબ્સક્રિપ્શન

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ પોતાના ગ્રાહકો માટે બે નવા પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યાં છે. જિયોના નવા રિચાર્જની કિંમત 1028 રૂપિયા અને 1029 રૂપિયા છે. આ બંને પ્લાનમાં લગભગ એક સમાન બેનિફિટ મળે છે. પરંતુ 1028 રૂપિયાના પ્લાનમાં કંપની Swiggy One Lite સબ્સક્રિપ્શન જ્યારે 1029 રૂપિયાના પ્લાનમાં Amazon Prime Lite સબ્સક્રિપ્સન ઓફર કરી રહી છે.

fallbacks

તમને જણાવી દઈએ કે જિયોના આ બંને પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2જીબી 4જી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. જિયોના આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. આ બંને પ્રીપેડ પેકમાં ગ્રાહકોને અનલિમિટેડ 5જી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. બંને પ્રીપેડ પ્લાન અનલિમિટેડ કોલિંગની સાથે આવે છે. આ સિવાય બંને પ્લાનમાં જિયો ટીવી, જિયોસિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.

ધ્યાન આપવા જેવી વાત છે કે આ બંને પ્લાનમાં મળરનાર જિયોટીવી સબ્સક્રિપ્શનમાં જિયોટીવી પ્રીમિયમ સામેલ નથી. જિયોટીવી પ્રીમિયમની સાથે યુઝર્સને 4K સુધી રેઝોલુશનમાં કોન્ટેન્ટ સ્ટ્રીમિંગ અને આંતરરાષ્ટ્રીય કોન્ટેન્ટ જોવાની તક મળે છે.

આ બંને પ્લાનમાં કુલ 168 જીબી ડેટા મળે છે. ગ્રાહકને અનલિમિટેડ 5જી ડેટાનો લાભ પણ બંને પ્લાનમાં આપવામાં આવે છે. આ પ્લાનને રિચાર્જ કરાવવા પર દર મહિનાનો ખર્ચ 343 રૂપિયા આવશે. મહત્વનું છે કે આ રિચાર્જ પ્લાનમાં મળનાર એડિશનલ ફાયદા જોઈએ તો અનલિમિટેડ 5જી એક્સેસ ઓફર કરનાર સ્ટેન્ડઅલોન રિચાર્જની તુલનામાં વધુ ફાયદાકારક છે.

તમારા માટે કયો પ્લાન બેસ્ટ?
જો તમે સ્વિગીથી નિયમિત ઓનલાઇન ફૂડ ઓર્ડર કરો છો તો 1028 રૂપિયાવાળો પ્લાન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો 1029 રૂપિયાવાળો પ્લાન તે લોકો માટે સારો છે જે ઓનલાઈન કોન્ટેન્ટ જોવે છે. આ પ્લાનની સાથે મૂવી તથા ટીવી શો જોવા મળશે. સાથે એમેઝોનથી ફ્રી શિપિંગ જેવા ફાયદા પણ મળી જશે.

ફીચર 1028 રૂપિયાવાળો પ્લાન 1029 રૂપિયાવાળો પ્લાન
કિંમત 1028 રૂપિયા 1029 રૂપિયા
4G ડેટા 2 જીબી ડેલી ડેટા (168GB) 2 જીબી ડેલી ડેટા (168GB)
5G ડેટા અનલિમિટેડ અનલિમિટેડ
વેલિડિટી 84 દિવસ 84 દિવસ
OTT બેનિફિટ્સ JioTV, JioCinema, JioCloud JioTV, JioCinema, JioCloud
સ્પેશિયલ ઓફર Swiggy One Lite Amazon Prime Lite
SMS 100 SMS દરરોજ 100 SMS દરરોજ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More