Home> India
Advertisement
Prev
Next

ફિલ્મમાં હાથી પર બેઠેલો આ છોકરો... આજે છે એક શક્તિશાળી રાજનેતા અને આ રાજ્યના મુખ્યમંત્રી

Reel To Real: આ મુખ્યમંત્રી હંમેશા ચર્ચામાં રહે છે. તેઓને લોકો તે રાજ્યના યોગી પણ કહે છે. તેમણે એક વીડિયો શેર કર્યો જે હાલ ચર્ચામાં છે. 

ફિલ્મમાં હાથી પર બેઠેલો આ છોકરો... આજે છે એક શક્તિશાળી રાજનેતા અને આ રાજ્યના મુખ્યમંત્રી

Assam CM Sarma Kampur bridge Video: જીવનમાં ક્યારે કોનું ભાગ્ય ચમકી જાય તે કોઈ કહી શકે નહીં. આવું જ કઈક અસમના રાજકારણમાં સૌથી મોટો ચહેરો ગણાતા રાજ્યના સીએમ હિમંતા બિસ્વા સરમા સાથે જોઈ શકાય છે. આવું અમે નથી કહેતા પરંતુ તેમનો એક વીડિયો તેની પુષ્ટિ કરી રહ્યું છે. આ વીડિયોની કહાની  ખાસ જાણો. 

fallbacks

'રીલ ટુ રિયલ વીડિયો'ની સમજો કહાની
કામપુર પુલના ઉદ્ધાટન બાદ અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ એક વીડિયો શેર કર્યો. જે તેમના જીવનની ખુબ નજીક છે. આ અંગે જ્યારે સરમાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે કદાચ તમારામાંથી ઘણા લોકોને એ ખબર નહીં હોય કે અનેક દાયકા પહેલા, મે એક ફિલ્મમાં બાળકની ભૂમિકા ભજવી હતી. તે ફિલ્મના એક દ્રશ્યમાં હું એક પુલ પર હાથી પર સવાર હતો. આજે એ પુલનું પુર્નનિર્માણ કરીને તેને જનતાને સમર્પિત કર્યો અને ફરીથી હાથીની સવારી પણ કરી. 

1984માં ફિલ્મોમાં બાળ કલાકારની ભૂમિકા ભજવી
વીડિયો દ્વારા સીએમએ જણાવ્યું કે 1984માં તેમણે એક ફિલ્મ 'કોકાદેઉતા નાતી અરુ હાટી' માં એક બાળકલાકારની ભૂમિકા ભજવી હતી. જેમાં તેમમે લગભગ 40 વર્ષ પહેલા આ પુલ પર હાથીની સવારી કરી હતી. ન્યૂઝ એજન્સી આઈએએનએસમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ એક અન્ય સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે લખ્યું કે કમ્પપુર કપિલી બ્રિજ જૂની યાદોમાં સમાયેલો છે. આ પુલ પર 'કોકાદેઉતા નતિ ઔર હતી' માટે હાથીની સવારી કરી હતી. આજે જ્યારે મેં તે નવા પુલનું લોકાર્પણ કર્યું, જે લાંબા સમયથી લોકોની માંગણી હતી તો જૂની યાદો તાજી થઈ. 

ઓવરબ્રિજ જનતાને સમર્પિત
રવિવારે અસમના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા સરમાએ નવનિર્મિત કામપુર રેલવે ઓવરબ્રિજને નાગાંવ જિલ્લાના રહીશો અને વિસ્તારના મુસાફરો માટે સમર્પિત કર્યો. 63 કરોડના ખર્ચે નવનિર્માણ પામેલો આ ઓવરબ્રિજ પાછલા લેવલ ક્રોસિંગ ગેટની જગ્યા લેશે. જેનાથી કનેક્ટિવિટીમાં સુધારો થશે અને રેલવે ક્રોસિંગ સરળ થશે. આ ઉપરાંત અસમ સરકારે કામપુરમાં ઐતિહાસિક કપિલી નદી પુલને બહાલ કર્યો છે અને તેને એક સમર્પિત પગપાળા યાત્રી પુલ અને પગપાળા ચાલવાના વિસ્તારમાં ફેરવી દીધો છે જેને મૂળ તો 1958-59 માં બનાવવામાં આવ્યો હતો. અસમ સરકારના જણાવયાં મુજબ મુખ્યમત્રીએ આજે લોકોની લાંબા સમયથી ચાલી રહેલી માંગણીને પૂરી કરીને પુર્નનિર્મિત પુલનું ઉદ્ધાટન કર્યું. આ ઉદ્ધાટન વખતે સીએમ સરમાએ અસમીયા ક્લાસિક  કોકાદેઉતા નાતી અરુ હાતીમાં પોતાની ભૂમિકાને યાદ કરતા જૂની યાદોને પણ શેર કરી જેમાં તેમણે વર્ષો પહેલા કામપુર કપિલી બ્રિજ પર હાથીની સવારી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More