સોશિયલ મીડિયા પર એવા એવા વીડિયો વાયરલ થાય છે કે ઘણી વખત તો તમને આ વીડિયો જોઈને મજા પડી જાય અને હાસ્યના ફૂવારા છૂટે પરંતુ ઘણીવાર આશ્ચર્યચકિત થઈ જવાય કે આવા પણ કોઈ વીડિયો બનાવી શકે ખરા. આવો જ એક વાયરલ વીડિયો છે જેમાં એક લગ્નમાં દુલ્હેરાજાની પ્રેમિકાએ મંડપમાં આવીને ધમાલ મચાવી દીધી. વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હા અને દુલ્હન સ્ટેજ પર જયમાલા પહેરાવવાના હોય છે ત્યાં અચાનક એક છોકરી લાલ કપડાંમાં સ્ટેજ પર આવે છે અને આ છોકરી વરરાજાની પૂર્વ પ્રેમિકા હોવાનું કહેવાય છે. જેવી તે સ્ટેજ પર આવે છે કે બબાલ મચી જાય છે. મંડપમાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ જાય છે. દુલ્હેરાજાની સ્થિતિ તો કફોડી બની જાય છે.
લગ્નમાં પ્રેમિકાની ધમાલ
વાયરલ વીડિયોમાં એ પણ જોવા મળે છે કે દુલ્હેરાજાની પૂર્વ પ્રેમિકાએ સ્ટેજ પર પહોંચીને દુલ્હન પર હુમલો કરી દીધો અને દુલ્હેન પણ પછી તો પાછળ થોડી રહે. તેણે પણ જડબાતોડ જવાબ આપ્યો. બંને વચ્ચે સ્ટેજ પર મારપીટ થવા લાગી અને દુલ્હેરાજા આ જોઈને દંગ રહી ગયા. લગ્નમાં આવેલા મહેમાનો પણ આવું જોઈને ડઘાઈ ગયા. આ એક એવું દ્રશ્ય હતું જે ભાગ્યે જ જોવા મળે. સોશિયલ મીડિયા પર આ લગ્નનો વીડિયો વાયરલ થયો અને લોકો વચ્ચે ચર્ચાનો વિષય પણ બન્યો.
જુઓ વીડિયો
ખાસ નોંધ
આ વીડિયોની સત્યતાની જો કે પુષ્ટિ કરી શકાતી નથી. બની શકે કે આ વીડિયો કોઈ પ્રેંકનો ભાગ હોય. જેને મજાક તરીકે શૂટ કરાયો હોય. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર anita_suresh_sharma નામના એકાઉન્ટથી અપલોડ કરાયેલો છે. આ વીડિયો હાલનો નથી પરંતુ 10મી મે 2024ના રોજ અપલોડ કરાયો છે. વીડિયોને પુષ્કળ વ્યૂઝ અને લાઈક્સ મળેલા છે. જો કે એ સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી કે આ વાસ્તવિક ઘટના હતી કે પછી કોઈ મજાકનો ભાગ હતો. પરંતુ આમ છતાં આ વીડિયો સોશિયલ મીડિયામાં શેર થતાની સાથે વાયરલ થયો. લોકોએ ભાત ભાતની પ્રતિક્રિયા પણ આપી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે