નવી દિલ્હી: રશિયા-ભારત રાજનયિક સંબંધોની 75મી વર્ષગાંઠ પર ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે એક સારા સમાચાર આપતા કહ્યું કે S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ સારી રીતે અને નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે આગળ વધી રહી છે. ભારતે ઓક્ટોબર 2018માં આ સિસ્ટમની પાંચ સ્ક્વોડ્રન માટે રશિયા સાથે 5. 43 બિલિયન અમેરિકી ડોલરની ડીલ કરી હતી.
ધ ઈકોનોમિક્સ ટાઈમ્સના એક અહેવાલ મુજબ અલીપોવે જણાવ્યું કે ભારત-રશિયા વચ્ચે બહુઆયામી સહયોગ દુનિયાના સૌથી વિસ્તૃત સહયોગોમાંથી એક છે. બંને દેશ સાચી દોસ્તી અને પરસ્પર વિશ્વાસના નિર્માણમાં સફળ થયા છે. વર્ષ 2022 ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ અને રશિયન-ભારતીય રાજનયિક સંબંધો કે જે એપ્રિલ 1947માં સ્થપાયા હતા, તેની 75મી વર્ષગાંઠ એમ બંનેને દર્શાવે છે.
એસ-400 વિશે કરી આ વાત
તેમણે કહ્યું કે મુખ્ય મુદ્દાઓ પર અમારી સ્થિતિ મેળ ખાય છે. અલીપોવે કહ્યું કે સૌથી સારી એસ-400 સિસ્ટમ ડિલિવરી શિડ્યૂલ મુજબ સારી રીતે આગળ વધી રહી છે. અત્રે જણાવવાનું કે રશિયાના રાજદૂતનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે એવી ચિંતા હતી હતી યુક્રેન યુદ્ધના કારણે સૈન્ય ઉપકરણોની આપૂર્તિમાં વિલંબ થઈ શકે છે.
રશિયાએ એસ-400 મિસાઈલ સિસ્ટમની પહેલી રેજિમેન્ટની આપૂર્તિ ગત વર્ષ ડિસેમ્બરમાં શરૂ કરી હતી. જ્યારે બીજી રેજિમેન્ટની આપૂર્તિ એપ્રિલમાં શરૂ કરી હતી. આ મિસાઈલ સિસ્ટમને એ પ્રકારે તૈનાત કરવામાં આવી છે જેથી કરીને તે ઉત્તર બાજુએ ચીન સાથે પાકિસ્તાનની સાથે લાગેલી સરહદને પણ કવર કરી શકે છે.
ભાઈ 430 KM બાઈક ચલાવીને આવ્યો અને બહેનની ચિતા પર સૂઈ ગયો, પછી જે થયું...
National Herald Case: 1938માં શરૂ થયેલું નેશનલ હેરાલ્ડ 2008માં બંધ, જાણો સોનિયા-રાહુલ પર શું છે આરોપ
National Herald Case: EDના રાહુલ ગાંધીને સવાલ, યંગ ઈન્ડિયા કંપની કેવી રીતે અને કોણે બનાવી
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે