કટકઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય સીરિઝ રમાઈ રહી છે. પ્રથમ બે મેચમાં આફ્રિકાએ જીત મેળવી શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. હવે આગામી મુકાબલો ભારત માટે કરો યા મરો હશે. કટકમાં રમાયેલી બીજી ટી20 મેચમાં ભુવનેશ્વર કુમારે શાનદાર બોલિંગ કરતા ચાર ઓવરમાં 13 રન આપી ચાર વિકેટ ઝડપી, છતાં તેના ખાતામાં એક અણગમતો રેકોર્ડ નોંધાઈ ગયો છે.
ભારત તરફથી આ પ્રથમવાર છે, જ્યારે કોઈ બોલરે ચાર વિકેટ ઝડપી હોય પરંતુ ટીમે મેચમાં હારનો સામનો કરવો પડ્યો. આવુ પહેલાં ક્યારેય થયું નથી. ભુવીએ રીઝા હેન્ડ્રિક્સ, ડ્વેન પ્રિટોરિયસ, વેન ડર ડુસેન અને પાર્નેલને પેવેલિયન મોકલી આપ્યા હતા. પ્રથમ બંને ટી20માં ભારતે પહેલાં બેટિંગ કરી અને આફ્રિકાએ લક્ષ્યનો પીછો કરતા મેચ જીતી હતી. ભુવનેશ્વર કુમાર સિવાય બીજી ટી20 મેચમાં ભારતનો કોઈ બોલર પ્રભાવ પાડી શક્યો નહીં.
આ પણ વાંચોઃ IPL Media Rights e-Auction: પ્રથમ દિવસનું ઓક્શન સમાપ્ત, 43 હજાર કરોડને પાર પહોંચી બોલી
આવેશ ખાન અને હર્ષલ પટેલ રન પર અંકુશ લગાવવામાં સફળ રહ્યા પરંતુ વધુ વિકેટ મેળવી શક્યા નહીં. આવેશે પોતાની ચાર ઓવરમાં 17 રન તો હર્ષલે ત્રણ ઓવરમાં 17 રન આપ્યા હતા. યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 49 રન આપી દીધા હતા. આફ્રિકા તરફથી આક્રમક 81 રન ફટકારનાર હેનરિક ક્લાસેન મેન ઓફ ધ મેચ રહ્યો હતો. ભારત અને આફ્રિકા વચ્ચે ત્રીજી ટી20 મેચ 14 જૂને વિશાખાપટ્ટનમમાં રમાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે