Russian Woman in Cave : કર્ણાટકના ગોકર્ણમાં ગુફામાંથી એક 40 વર્ષીય મહિલા તેની બે દીકરીઓ સાથે મળી આવી હતી. છેલ્લા ઘણા વર્ષોથી કે ભારતમાં રહે છે. તાજેતરમાં જ્યારે સ્થાનિક વહીવટીતંત્રએ તેને ગુફામાંથી બહાર કાઢી, ત્યારે તે ખૂબ જ ઉદાસ દેખાતી હતી. પૂછપરછ દરમિયાન નીનાએ જે ખુલાસા કર્યા તે ચોંકાવનારા છે.
નીનાનો વિઝા વર્ષ 2017માં સમાપ્ત થયો હતો, પરંતુ તે રશિયા પાછી ફરી નહોતી. કારણ ? તે કહે છે કે તેણે તેના ઘણા નજીકના લોકો ગુમાવ્યા, માનસિક અને ભાવનાત્મક આંચકાઓએ તેને તોડી નાખી. આવી સ્થિતિમાં ભારતની શાંતિ અને પ્રકૃતિ તેને શક્તિ આપતી રહી. તેણીએ કહ્યું કે છેલ્લા 15 વર્ષમાં તેણીએ લગભગ 20 દેશોમાં પ્રવાસ કર્યો છે, પરંતુ ભારત જેવી લાગણી અનુભવી નથી.
બંને બાળકોને જાતે જન્મ આપ્યો
નીનાએ કહ્યું કે તેણીએ તેના બંને બાળકોને કોઈ ડૉક્ટર કે હોસ્પિટલની મદદ વગર જાતે જન્મ આપ્યો. તે માને છે કે જ્યારે તમે શરીર અને પ્રકૃતિના સંપર્કમાં હોવ ત્યારે બધું શક્ય છે. ગુફામાં તેનું જીવન ખૂબ જ સરળ હતું. સૂર્ય સાથે જાગવું, નદીમાં તરવું, આગ કે ગેસ પર ઋતુ અનુસાર ખોરાક રાંધવો અને બાળકોને શીખવવું. મનોરંજન માટે, ચિત્રકામ કરવું, સંગીત વિડિઓઝ બનાવવા અને પુસ્તકો વાંચવા એ તેના દિનચર્યાનો ભાગ હતો.
બિઝનેસમેન સાથે પ્રેમ, જંગલમાં દીકરીનો જન્મ, ગુફામાંથી મળી આવેલી રશિયન મહિલાનો ખુલાસો
આવકનો સ્ત્રોત શું છે ?
કમાણી વિશે વાત કરીએ તો, નીના પેઇન્ટિંગ્સ વેચીને, મ્યુઝિક વીડિયો બનાવીને અને બાળકોને ભણાવીને અથવા જરૂર પડ્યે બેબીસીટિંગ કરીને પોતાની આવક ઉભી કરતી હતી. જ્યારે કોઈ કામ નહોતું, ત્યારે તે તેના ભાઈ, પિતા કે પુત્ર પાસેથી મદદ મેળવતી હતી. નીનાએ કહ્યું કે અમારી જરૂરિયાતો ઓછી હતી, તેથી અમારી પાસે જે પૈસા હતા તે પૂરતા લાગતા હતા. ભારતમાં રહીને તેને માત્ર આત્મનિર્ભરતા જ નહીં, પણ આંતરિક શાંતિ પણ મળી.
ભારત છોડવાનો કોઈ ઈરાદો નથી
નીના હવે રશિયન દૂતાવાસના સંપર્કમાં છે, પરંતુ ભારત છોડવાનો તેનો કોઈ ઈરાદો નથી. તે કહે છે કે ભારતનું વાતાવરણ, લોકો અને સંસ્કૃતિ તેને શાંતિ આપે છે અને કદાચ આ જ કારણ છે કે તેણે ગુફાને પોતાનું ઘર બનાવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે