Home> India
Advertisement
Prev
Next

મનોજ તિવારીના રોડશોમાં જોવા મળી સપના ચૌધરી, શું ભાજપ સાથે કરશે જોડાણ?

આ રોડશોમાં તેમની સાથે કેન્દ્રીય મંત્રી વિજય ગોયલ અને ટીવીના સૌથી પ્રચલિત વિવાદિત શો‘બિગ બોસ’ની એક્સ કંટેસ્ટન્ટ અને હરિયાણાની જાણીતી ડાન્સર સપના ચૌધરી પણ જોવા મળી હતી.  

મનોજ તિવારીના રોડશોમાં જોવા મળી સપના ચૌધરી, શું ભાજપ સાથે કરશે જોડાણ?

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી 2019નું ત્રીજા ચરણનું મતદાન 23 એપ્રિલે થશે. આ વચ્ચે જ દિલ્હીના બીજેપીના અધ્યક્ષ અને ભોજપુરી ગાયક મનોજ તિવારી રોડ શો કરતો જોવા મળ્યો હતો. આ રોડ શોમાં કેન્દ્રીયમંત્રી વિજય ગોયલ અને ટીવીનો સૌથી વિવાદિત શો બિગ બોસની એક્સ કંટેસ્ટન્ટ અને હરિયાળાની મશહૂર ડાન્સર સપના ચૌધરી પણ દેખાઇ હતી.

fallbacks

fallbacks

ન્યુઝ એજન્સી એએઆઇ અનુસાર આ દરમિયાન સપના ચૌધરીને પૂછવામાં આવ્યું કે તમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણ કરી લીધું છે. ત્યારે તેણે કહ્યું કે, તેમણે બીજેપી સાથે જોડાણ નથી કર્યું. અને તેણે કહ્યુ કે આ રોડ શોમાં તે એટલા માટે આવી છે, કારણ કે મનોઝ તિવારી તેના સારા મિત્ર છે, ત્યારે મહત્વનું છે, કે આ વર્ષે ફેબ્રુઆરીમાં સપના ચૌધરી તેની ફિલ્મ દોસ્તી કે સાઇડ ઇફેક્ટને લઇને સમાચારમાં આવી હતી. સપનાએ તેની ફિલ્મ દોસ્તીના સાઇડ ઇફેક્ટને લઇને બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યારે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઇ કમાલ બતાાવી શકી નોહતી. પરંતુ સપનાની એક્ટીંગના લોકોએ વખાણ કર્યા હતા.

fallbacks

વર્ષ 2018 સપનાના કરિયર માટે મહત્વનું સાબિત થયું છે. બિગ બોસ 11ની સીઝનમા તે કંટેસ્ટંટ બનીને આવી પણ સપના તેમાં જીત મેળવી શકી નહિ પરંતુ તેણે દર્શકોના દિલ જીતી લીધા હતા. અત્યારે સપના તેના ઘણાબધા પ્રોઝેક્ટમાં વ્યસ્ત છે. સપના સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહે છે. અને તેના ઇન્સ્ટા પર 1.5 મિલિયન ફોલોઅર્સ છે. અને તેના ટેલેન્ટના કારણે તે બોલીવુડથી લઇને ભોજપુરી ફિલ્મોમાં પણ સારુએવું નામ કમાઇ રહી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More