Home> India
Advertisement
Prev
Next

R Venkataramani હશે દેશના નવા એટોર્ની જનરલ, કેકે વેણુગોપાલની જગ્યાએ થઈ નિમણૂંક

R Venkataramani ની ભારતના નવા એટોર્ની જનરલના રૂપમાં નિમણૂંક કરવામાં આવી છે. તેઓ ત્રણ વર્ષ આ પદ પર રહેશે. આર વેંકટરમણિ કેકે વેણુગોપાલની જગ્યા લેશે. 

R Venkataramani હશે દેશના નવા એટોર્ની જનરલ, કેકે વેણુગોપાલની જગ્યાએ થઈ નિમણૂંક

નવી દિલ્હીઃ New Attorney General of India: સીનિયર એડવોકેટ આર વેંકટરમણિને ભારતના નવા એટોર્ની જનરલના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ત્રણ વર્ષ આ પદ પર રહેશે. આર વેંકટરમણિ કેકે વેણુગોપાલની જગ્યા લેશે. તેમનો કાર્યકાળ 30 સપ્ટેમ્બરે પૂરો થઈ રહ્યો છે. વેણુગોપાલ (91 વર્ષ) નો પહેલા 30 જૂને કાર્યકાળ પૂર્ણ થવાનો હતો. પરંતુ કેન્દ્ર સરકારે ત્રણ મહિના માટે કાર્યકાળ વધારી દીધો હતો. કેકે વેણુગોપાલને મોદી સરકારે ત્રીજીવાર સેવા વિસ્તાર આપ્યો હતો. 

fallbacks

જાણકારી પ્રમાણે સરકારે સુપ્રીમ કોર્ટમાં સીનિયર એડવોકેટ મુકુલ રોહતગીને એટોર્ની જનરલની જવાબદારી ફરીથી સંભાળવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો, પરંતુ તેમણે તેનો અસ્વીકાર કર્યો હતો. નોંધનીય છે કે એટોર્ની જનરલ કેન્દ્ર સરકાર માટે દેશના સૌથી સર્વોચ્ચ કાયદા અધિકારી અને મુખ્ય કાયદાકીય સલાહકાર હોય છે. 

એટોર્ની જનરલ સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ મામલામાં સરકારનું પ્રતિનિધિત્વ કરે છે. ઘણીવાર રાષ્ટ્રપતિ પણ કોઈ કાયદાકીય કે બંધારણીય મુદ્દા પર એટોર્ની જનરલ સાથે ચર્ચા કરે છે. કાયદા અને ન્યાય મંત્રી કિરણ રિજિજૂના કાર્યાલયે એક ટ્વીટ કરીને આ નિમણૂંકની જાણકારી આપી છે. તેમની ઓફિસ તરફથી ટ્વીટ કરવામાં આવ્યું, માનનીય રાષ્ટ્રીય, શ્રી આર. વેંકટરમણિ વરિષ્ઠ એડવોકેટને તારીખ 1 ઓક્ટોબર, 2022થી ભારતના એટોર્ની જનરલના પદ પર નિયુક્ત કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More