મુંબઈઃ સોશિયલ મીડિયા પર તમને નવા-નવા વીડિયો વાયરલ થતા જોવા મળે છે. તેમાં ઘણા રસપ્રદ તો ઘણા ચોંકાવનારા વીડિયો હોય છે. નવરાત્રિ શરૂ થયા બાદ ગરબાના વીડિયો જોવા મળી રહ્યાં છે. ગુજરાતી લોકો ગમે ત્યાં ગરબા શરૂ કરી દે છે. હવે મુંબઈની ટ્રેનમાં ગરબાની રમઝટનો વીડિયો વાયરલ થયો છે.
વીડિયો મુંબઈનો છે અને મહિલાઓ ગરબે રમી રહી છે. આ ગરબા કોઈ મેદાન કે હોલનો નથી પરંતુ મુંબઈની લોકલ ટ્રેનનો છે. ટ્રેનમાં સફર કરી રહેલી મહિલાઓ ગરબે રમી રહી છે. ટ્રેનમાં ગરબા રમતી મહિલાઓને જોઈ અન્ય યાત્રી વીડિયો બનાવી રહ્યાં છે.
#Garba #Navrathri
MUMBAI LOCALS CREATE MOMENTS
Now in yesterday's 10.02 am #AClocal from Kalyan.
FUN HAS NO LIMIT. pic.twitter.com/Hruzxwbeqr— Mumbai Railway Users (@mumbairailusers) September 28, 2022
મુંબઈ રેલવે યૂઝર્સના નામના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. 22 સેકેન્ડના આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે. વીડિયો કલ્યાણનો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં જોવા મળતી મહિલાઓ ગીત ગાઈ રહી છે અને ગરબે રમી રહી છે. જ્યારે આસપાસમાં બેઠેલી મહિલાઓ તેનો વીડિયો બનાવી રહી છે.
આ પણ વાંચોઃ 40 વર્ષનું કરિયર, આતંકવાદી વિરોધી ઓપરેશનનો અનુભવ, જાણો કોણ છે નવા CDS અનિલ ચૌહાણ
વીડિયો પર ઘણા યૂઝર્સની કોમેન્ટ પણ આવી છે. તેમાંથી એક યૂઝર્સે કહ્યું કે આ તે લોકો માટે જે કહે છે કે મુંબઈમાં નાની-નાની કુશીઓ માટે કોઈ જગ્યા નથી. આ વીડિયો તે બધા માટે કોઈ આશ્ચર્યથી ઓછો નથી. હાલ તો સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે