Home> India
Advertisement
Prev
Next

Mahakumbh 2025: મહાકુંભમાં NCP ના વરિષ્ઠ નેતાનું મોત, સ્નાન કરતી વખતે આવ્યો હાર્ટ એટેક, 3000 શ્રદ્ધાળુ ઠંડીમાં પડ્યા બીમાર

Mahakumbh 2025: મહાકુંભમાં મકર સંક્રાંતિના અમૃત સ્નાન દરમિયાન એનસીપી નેતા મહેશ કોઠેનું નિધન થયું છે. તેમને શાહી સ્નાન દરમિયાન હાર્ટ એટેક આવ્યો અને તેમનું નિધન થયું. કુંભમેળામાં અત્યાર સુધીમાં 3000 થી વધુ શ્રદ્ધાળુઓ બીમાર પડી ચુક્યા છે. જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી છે.

Mahakumbh 2025: મહાકુંભમાં NCP ના વરિષ્ઠ નેતાનું મોત, સ્નાન કરતી વખતે આવ્યો હાર્ટ એટેક, 3000 શ્રદ્ધાળુ ઠંડીમાં પડ્યા બીમાર

Mahakumbh 2025: મહાકુંભ મેળામાં મંગળવારે શરદ જૂથના એનસીપી નેતા મહેશ કોઠેનું સ્નાન દરમિયાન નિધન થયું. શાહી સ્નાન દરમિયાન તેમને હાર્ટએટેક આવ્યો અને તેમનો ઘટનાસ્થળે જ તેમનું નિધન થયું. 60 વર્ષીય મહેશ કોઠે મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન કરવા માટે ત્રિવેણી સંગમ ગયા હતા. જ્યાં સ્નાન દરમિયાન હાર્ટ એટેક આવી ગયો. તેમને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા. 

fallbacks

આ પણ વાંચો: દૈનિક રાશિફળ 15 જાન્યુઆરી: આજે કુંભ રાશિને રોજગારના ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે

મહેશ કોઠે 20 નવેમ્બરે સોલાપુરથી ભાજપના વિજય દેશમુખ વિરુધ વિધાનસભાની ચૂંટણી લડી હતી પરંતુ તેઓ હારી ગયા હતા. કોઠેના પરિવારમાં પત્ની અને એક દીકરો છે. હાલ પ્રયાગરાજમાં હાડ ધ્રુજાવે તેવી ઠંડી પડી રહી છે. કડકડતી ઠંડીમાં ઠંડા પાણીમાં સ્નાન કરવાથી અનેક શ્રદ્ધાળુઓ બીમાર પડી રહ્યા છે. 

આ પણ વાંચો: 30 વર્ષ પછી મકર સંક્રાંતિ પર સર્જાયો દુર્લભ સંયોગ, 4 રાશિઓને માલામાલ કરી દેશે શનિદેવ

આ અંગે મળતી જાણકારી અનુસાર 13 જાન્યુઆરીએ કુંભ સ્નાન કર્યા બાદ લગભગ 3000 શ્રદ્ધાળુઓ કેન્દ્રીય હોસ્પિટલમાં ઓપીડીમાં સારવાર લેવા પહોંચ્યા હતા. જેમાંથી 262 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યારે 37 દર્દીઓને ગંભીર હાલત હોવાથી અન્ય હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. શાહી સ્નાન પછી અત્યાર સુધીમાં 3 લોકોનું નિધન થઈ ચૂક્યું છે. 

આ પણ વાંચો: વર્ષો પછી મીન રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, 3 રાશિઓને અચાનક થશે ધનલાભ, કારર્કિદી ચમકશે

મકરસંક્રાંતિના અવસર પર મહા કુંભમાં પહેલું અમૃત સ્નાન કરવામાં આવ્યું. જેમાં સવારે 8:30 કલાકથી અમૃત સ્નાન શરૂ થયું હતું. મહા કુંભમાં મકરસંક્રાંતિ પર 1.38 કરોડ શ્રદ્ધાળુએ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હોવાનું અનુમાન છે. 

મહાકુંભ દરમિયાન પ્રયાગરાજમાં કડકડતી ઠંડી પડી રહી છે. ઠંડીના કારણે મહાકુંભમાં હજારો શ્રદ્ધાળુઓ બિમાર પડી રહ્યા છે. જેના કારણે સ્થાનિક હોસ્પિટલોમાં પણ દર્દીઓની લાઈનો જોવા મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More