Rahu Shukra Yuti 2025: જ્યોતિષશાસ્ત્રમાં રાહુ ગ્રહને છાયા ગ્રહ કહેવાય છે. એટલે કે ગ્રહ ન હોવા છતાં પણ તે ગ્રહ જેવી જ અસર કરે છે. રાહુનો સ્વભાવ ક્રૂર અને પ્રકૃતિને નિષ્ઠુર હોય છે. દર 8 મહિને રાહુ પોતાના નક્ષત્રમાં ફેરફાર કરે છે. કુલ 27 નક્ષત્રનું ભ્રમણ કરી ફરી એક નક્ષત્રમાં આવતા રાહુને 18 વર્ષનો સમય લાગે છે. રાહુ જ્યારે ગોચર કરે છે તો તેનો પ્રભાવ દરેક રાશિ પર અલગ અલગ રીતે પડે છે.
આ પણ વાંચો: 30 વર્ષ પછી મકર સંક્રાંતિ પર સર્જાયો દુર્લભ સંયોગ, 4 રાશિઓને માલામાલ કરી દેશે શનિદેવ
હાલ રાહુ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં બિરાજમાન છે. દૈત્યગુરુ શુક્ર પણ 1 ફેબ્રુઆરી 2025 થી આ નક્ષત્રમાં ગોચર કરશે. આ પહેલા 28 જાન્યુઆરીએ મીન રાશિમાં રાહુ અને શુક્રની યુતિ બનશે. આ બંને દુર્લભ સંયોગના કારણે કેટલીક રાશિના લોકોને જબરદસ્ત ફાયદો થવાનો છે. તેમની આર્થિક સ્થિતિ સુધરશે અને કારકિર્દીમાં પણ મોટી સફળતા પ્રાપ્ત થશે. ચાલો તમને જણાવીએ આ 3 ભાગ્યશાળી રાશિ કઈ છે ?
આ પણ વાંચો: વર્ષો પછી મીન રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, 3 રાશિઓને અચાનક થશે ધનલાભ, કારર્કિદી ચમકશે
મેષ રાશિ
રાહુ અને શુક્રની યુતી મેષ રાશિ માટે લાભકારક રહેશે. આ રાશિ પર શુક્ર અને રાહુની કૃપા બની રહેશે. આ રાશિના વિવાહ યોગ્ય જાતકો માટે આ સમય દરમિયાન લગ્ન માટે પ્રસ્તાવ આવી શકે છે. જે લોકોની સ્વાસ્થ્ય સમસ્યાઓ ચાલી રહી હતી તે હવે સમાપ્ત થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જીવનમાં ખુશીઓ આવશે. વિદેશ યાત્રા કે લાંબા અંતરની યાત્રા થઈ શકે છે. વિદેશ સ્ત્રોતથી ધન લાભના યોગ બની રહ્યા છે.
આ પણ વાંચો: Mangal Ke Upay: વર્ષ 2025 માં મંગળ કરશે માલામાલ, કરી લો આ 5 કામ, ધન, સમૃદ્ધિ વધશે
વૃષભ રાશિ
આ રાશિના લોકો પર પણ રાહુની કૃપા રહેશે. આગામી મહિનો તેમના માટે લાભકારી સિદ્ધ થશે. મિત્રો સાથે સારો સમય પસાર થશે. ઉપરી અધિકારીઓ કાર્યથી ખુશ રહેશે. પ્રમોશન પણ થઈ શકે છે. રાજકીય ક્ષેત્રે સક્રિય લોકો માટે ઉત્તમ સમય. કોર્ટ કચેરીના કામમાં સફળતા મળી શકે છે. બિઝનેસમાં ફાયદો થશે.
આ પણ વાંચો: Saptahik Rashifal: આ સપ્તાહે મેષ, વૃષભ અને કર્ક રાશિ માટે ધન વૃદ્ધિના શુભ યોગ બનશે
મકર રાશિ
મકર રાશિના લોકો માટે પણ રાહુ અને શુક્રની યુતી લાભકારક રહી શકે છે. મહેનત અને પ્રયત્નનું ફળ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકો પરીક્ષામાં સફળ થશે. પ્રભાવશાળી લોકોનો સંપર્ક થશે. ભવિષ્યમાં જોવા મળશે. પરિવારમાં એકતા વધશે પરિવાર સાથે યાત્રા થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે