Home> India
Advertisement
Prev
Next

Video: રાહુલના કાર્યક્રમમાં PM મોદીના સમર્થનમાં લાગ્યા નારા, લોકોએ કહ્યું- કાર્યક્રમ છોડી દો

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કાર્યકર્તાઓનું સોમવારે સંબોધન કરી રહ્યાં હતાં. ‘મોદી-મોદી’ના નારા લગાડનાર પ્રદર્શનકાર્તાઓ પાસે પોસ્ટર હતા જેમાં ગાંધીથી કાર્યક્રમ સ્થળ છોડવાનું કહેવામાં આવ્યું હતું.

Video: રાહુલના કાર્યક્રમમાં PM મોદીના સમર્થનમાં લાગ્યા નારા, લોકોએ કહ્યું- કાર્યક્રમ છોડી દો

બેંગલુરુ: બેંગલુરુમાં એક કાર્યક્રમ સ્થળની બહાર મોટી સંખ્યામાં લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થનમાં નારા લાગાવ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કાર્યકર્તાઓનું સોમવારે સંબોધન કરી રહ્યાં હતાં. ‘મોદી-મોદી’ના નારા લગાડનાર પ્રદર્શનકાર્તાઓ પાસે પોસ્ટર હતા જેમાં ગાંધીથી કાર્યક્રમ સ્થળ છોડવાનું કહેવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ટોળું એકત્રીત થતા પોલીસે પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવ્યા હતા. ભાજપ સૂત્રોએ આરોપ લગાવ્યો કે પ્રદર્શનકાર્તાઓની અટકાયત કરવામાં આવી છે.

fallbacks

ભાજપે પોલીસ કાર્યવાહીની નિંદા કરી અને આરોપ લગાવ્યો કે કોંગ્રેસ કાર્યકર્તાઓએ પ્રદર્શનકર્તા પર હુમલો કર્યો હતો. પ્રદેશ મહાસચિવ સીટી રવિએ ટ્વિટ કર્યું કે, ‘કોંગ્રેસ કાર્યકર્તાઓએ ટેકનિકલ સેક્ટરના તે લોકો પર હુમલો કર્યો જે તે સમયે ‘મોદી-મોદી’ના નારા લગાવી રહ્યાં હતા. જ્યારે રાહુલ ગાંધી બેંગલુરુના માન્યતા ટેકનિકલ પાર્ક ગયા હતા.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More