Home> India
Advertisement
Prev
Next

શીલા દીક્ષિતે રાહુલ ગાંધીને લખ્યો પત્ર, જાણો આપ સાથે ગઠબંધન પર શું કહ્યું

‘દીક્ષિત ને કાર્યકારી અધ્યક્ષોએ કોંગ્રેસ પ્રમુખથી દરખાસ્ત કરી છે કે તેઓ ‘આપ’ સાથે ગઠબંધન ના કરે, કેમકે આ લાંબા સમયગાળે પાર્ટીને નુકસાન પહોંચી શકે છે.’ નેતાએ કહ્યું કે, તેમણે પાર્ટીની શક્તિ એપ દ્વારા કરવામાં આવેલા ફોન સર્વેક્ષણ પર પણ વાંધો વ્યક્ત કર્યો છે.

શીલા દીક્ષિતે રાહુલ ગાંધીને લખ્યો પત્ર, જાણો આપ સાથે ગઠબંધન પર શું કહ્યું

નવી દિલ્હી: દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રસની વચ્ચે ચૂંટણી પહેલા ગઠબંધનને લઇને અનિશ્ચિતતા જોવા મળી રહી છે. કોંગ્રેસની પ્રદેશ અધ્યક્ષ અને ત્રણ કાર્યકારી અધ્યક્ષોએ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને ગઠબંધનની સામે પત્ર લખ્યો છે. ગત અઠવાડીએ લખેલા પત્રમાં દીક્ષિત અને કાર્યકારી અધ્યક્ષ હારુન યૂસૂફ, દેવેન્દ્ર યાદવ અને રાજેશ લિલોઠિયાએ ગઠબંધન પર કાર્યકર્તાઓનો મૂડ જાણવા માટે ફોન સર્વેક્ષણ પર વિરોધ દર્શાવ્યો છે.

fallbacks

વધુમાં વાંચો: પ્રમોદ સાવંતે સંભાળી ગોવાની કમાન, અડધી રાતે મંત્રીઓ સાથે લીધા શપથ

દિલ્હી કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું કે, ‘દીક્ષિત ને કાર્યકારી અધ્યક્ષોએ કોંગ્રેસ પ્રમુખથી દરખાસ્ત કરી છે કે તેઓ ‘આપ’ સાથે ગઠબંધન ના કરે, કેમકે આ લાંબા સમયગાળે પાર્ટીને નુકસાન પહોંચી શકે છે.’ નેતાએ કહ્યું કે, તેમણે પાર્ટીની શક્તિ એપ દ્વારા કરવામાં આવેલા ફોન સર્વેક્ષણ પર પણ વાંધો વ્યક્ત કર્યો છે. આ સર્વેક્ષણ દિલ્હી કોંગ્રેસના એઆઇસીસી પ્રભારી પીસી ચાકોએ કરાવ્યો છે.

સર્વેક્ષણમાં દિલ્હી કોંગ્રેસના લગભગ 52 હજાર કાર્યકર્તાઓનો અભિપ્રાય માગ્યો હતો કે શું પાર્ટીએ આપની સાથે ગઠબંધન કરવું જોઇએ કે નહીં.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More