Home> India
Advertisement
Prev
Next

બિહારમાં રાજકીય ઘમાસાણ, JDUમાંથી હકાલપટ્ટી કરાયેલા નેતા શ્યામ રજક RJDમાં જોડાયા

બિહાર (Bihar) ના રાજકારણમાં મહાદલિત વોટબેંક વચ્ચે મોટો ચહેરો ગણાતા શ્યામ રજક (Shyam Rajak) સોમવારે રાષ્ટ્રીય જનતા દળમાં સામેલ થઈ ગયાં. તેઓ 11 વર્ષ બાદ આરજેડીમાં આવ્યાં છે. તેજસ્વી યાદવે તેમને આરજેડીની સદસ્યતા અપાવી. નીતિશકુમારની સરકારમાં મંત્રી રહી ચૂકેલા શ્યામ રજકને રવિવારે જેડીયુમાંથી હટાવી દેવાયા હતાં. ત્યારબાદથી અટકળો તેજ હતી કે શ્યામ રજક સોમવારે આરજેડીમાં સામેલ થશે. આ અગાઉ શ્યામ રજકે સોમવારે જ પોતાની વિધાનસભા સદસ્યતા છોડી હતી. 

બિહારમાં રાજકીય ઘમાસાણ, JDUમાંથી હકાલપટ્ટી કરાયેલા નેતા શ્યામ રજક RJDમાં જોડાયા

પટણા: બિહાર (Bihar) ના રાજકારણમાં મહાદલિત વોટબેંક વચ્ચે મોટો ચહેરો ગણાતા શ્યામ રજક (Shyam Rajak) સોમવારે રાષ્ટ્રીય જનતા દળમાં સામેલ થઈ ગયાં. તેઓ 11 વર્ષ બાદ આરજેડીમાં આવ્યાં છે. તેજસ્વી યાદવે તેમને આરજેડીની સદસ્યતા અપાવી. નીતિશકુમારની સરકારમાં મંત્રી રહી ચૂકેલા શ્યામ રજકને રવિવારે જેડીયુમાંથી હટાવી દેવાયા હતાં. ત્યારબાદથી અટકળો તેજ હતી કે શ્યામ રજક સોમવારે આરજેડીમાં સામેલ થશે. આ અગાઉ શ્યામ રજકે સોમવારે જ પોતાની વિધાનસભા સદસ્યતા છોડી હતી. 

fallbacks

BJP નેતાઓની 'હેટ સ્પીચ' ઈગ્નોર કરવાના આરોપો પર Facebook એ આપી પ્રતિક્રિયા

મંત્રી પદેથી હટાવાયા બાદ શ્યામ રજકની સુરક્ષા પણ હટાવવામાં આવી. આ સાથે જ શ્યામ રજકે પોતે જ કહ્યું કે તેઓ જલદી સરકારી બંગલો છોડશે. આ અવસરે શ્યામ રજકે કહ્યું કે સૌથી પહેલા હું તેજસ્વી યાદવનો આભાર વ્યક્ત કરું છું. હું આજે મારા ઘરમાં વાપસી કરીને ભાવુક થઈ રહ્યો છું. અમે સામાજિક ન્યાયની લડાઈ માટે રાજકારણમાં આવ્યાં હતાં. અહીંથી ગયા બાદ તે બદલાઈ રહી હતી. મે દર વખતે કોશિશ કરી કે સામાજિક ન્યાયની લડાઈને ચાલુ રાખવામાં આવે. અમારા નેતા લાલુપ્રસાદ યાદવે જ અમને જણાવ્યું હતું કે સામાજિક ન્યાયની લડાઈ લડતા રહેવાનું છે. કારણ કે આ દેશમાં જે ગરીબ છે, પછાત છે, સવર્ણમાં પણ જે ગરીબ છે તેઓ આજે પોતાની જાતને લાચાર સમજી રહ્યાં છે. તેમની સ્થિતિ ખુબ ખરાબ છે. આજે પ્રકારે અપરાધ વધ્યા છે, તે ચિંતાજનક છે. કહલગામમાં દલિત સાથે 4 લોકોએ રેપ કર્યો પરંતુ તેના પર કોઈ કાર્યવાહી સુદ્ધા થઈ નથી. 

શ્યામ રજકે કહ્યું કે મે જ્યારે સરકારમાં રહેતા દલિતો માટે વિધાનસભાનો ઘેરાવ કર્યો તો બધાને ખટકવા લાગ્યું હતું. મને પહેલીવાર લાલુ યાદવ અને રાબડીએ મંત્રી બનાવ્યો. 

જેડીયુના બંધારણની કલમ 19 હેઠળ નક્કી છે કે કોઈ નેતા પર કયા આધારે કાર્યવાહી કરી શકાય છે, કેવી રીતે કાઢી મૂકી શકાય છે. નીતિશકુમાર જ્યારે જેડીયુ અધ્યક્ષના ઉમેદવાર હતાં તો હું તેમનો પ્રસ્તાવક હતો. હું રાષ્ટ્રીય પરિષદનો સભ્ય છું. તો પણ મને કાઢી મૂક્યો. તેનાથી સ્પષ્ટ છે કે જેડીયુ પોતાના બંધારણની જ રક્ષા કરી શકતી નથી. તેનાથી શું આશા રાખી શકો. જે દલિત છે, મુસ્લિમ છે, તેમનું ઉત્પીડન થઈ રહ્યું છે. તેજસ્વી યાદવમાં યુવાઓ આસ્થા રાખી રહ્યાં છે. 

Gold: સોનાના જૂના દાગીના વેચવા જશો તો તમને લાગશે મોટો ઝટકો! જાણો કઈ રીતે 

શ્યામ રજકે જેડીયુ પર લગાવ્યાં ગંભીર આરોપ
શ્યામ રજકે પોતાને હટાવવા પર કહ્યું કે આજે હું પોતાની જાતને ખુબ હળવો મહેસૂસ કરી રહ્યો છું. હું એકવાર  ફરીથી અમારા નેતા લાલુ પ્રસાદ યાદવજી પાસે પહોંચીને સામાજિક ન્યાયની લડાઈ લડીશ. સામાજિક ન્યાય સાથે કોઈ સમાધાન નહીં કરું. 

પોતાને પાર્ટીમાંથી હટાવવા પર શ્યામ રજકે કહ્યું કે જ્યારે સચિવ જ નિયમના ધજાગરા ઉડાવે તો શું કહું. સીએમ નીતિશજીને પત્ર લખ્યા બાદ પણ તેમને કોઈ અસર થઈ નહીં. એ શું દર્શાવે છે. હું હંમેશા પક્ષના વિચાર પર ચર્ચા કરું છું. નીતિશકુમાર વિચારો અને સિદ્ધાંતનું હનન કરી રહ્યાં છે. 

Corona Update: દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 26 લાખ પાર, એક દિવસમાં 941 લોકોના મૃત્યુ

અત્રે જણાવવાનું કે આ બાજુ આરજેડીના પણ 3 ધારાસભ્યો પલટી મારવા માટે તૈયાર છે. ત્રણેય ધારાસભ્યોના નામ છે ગાયઘાટથી વિધાયક મહેશ્વર યાદવ, ફરાઝ ફાતમી અને પ્રેમા ચૌધરી. મહેશ્વર યાદવનો 2017થી જ આરજેડીથી મોહભંગ થઈ ગયો હતો. એનડીએની 2017માં સરકાર બન્યા બાદથી તેઓ નીતિશકુમારના વખાણ કરતા હતાં. જ્યારે આ વર્ષે 14 જાન્યુઆરીએ ફરાઝ ફાતમીએ વશિષ્ઠ નારાયણ સિંહના ત્યાં ચૂડા દહીના ભોજમાં ભાગમાં લીધો હતો. જે તેમને પાર્ટીમાંથી કાઢવાનું કારણ બની ગયું. 

નોંધનીય છે કે આ વર્ષે બિહારમાં વિધાનસભા ચૂંટણી છે. એ પહેલા જ બંને પાર્ટીઓમાં નેતાઓની અવરજવર ચાલુ છે. જ્યારે બિહારમાં તો  કોરનાના કારણે સ્થિતિ ખુબ કથળી છે. હોસ્પિટલોની હાલત ખરાબ છે. જ્યારે ઉત્તર બિહાર દર વર્ષે પૂરની ઝપેટમાં આવી જાય છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More