સોશિયલ મીડિયામાં લગ્નના અનેક વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયોમાં વરરાજા અને નવવધુ ધમાકેદાર અંદાજમાં ડાન્સ કરતા જોવા મળે તો કેટલાક વીડિયોમાં વિદાયની ભાવુક પળો લોકોને રડાવી દે છે. પરંતુ હવે તો લોકો સુહાગરાત જેવી અંગતપળોના વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરતા ખચકાતા નથી. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં એક પતિ પોતાની સુહાગરાતની પળોને કેમેરામાં કેદ કરતો જોવા મળે છે. આ દરમિયાન સુંદર સજાવેલા બેડ પર સૂતેલી દુલ્હન કહે છે કે શું પર્સનલ ચીજો પણ લોકોને દેખાડશો? ત્યારબાદ પતિ જે કહે છે તે જાણીને તમને જરા પણ નવાઈ નહીં લાગે. પરંતુ આ માટે તમારે વીડિયો જોવો પડશે. વીડિયોમાં બંગાળી ભાષામાં વાતચીત છે જે અમે તમારી સમક્ષ ગુજરાતીમાં રજુ કરી રહ્યા છીએ.
વીડિયોમાં સાંવરિયા વરરાજા અને સુંદર દુલ્હન સુહાગરાતના દિવસે બેડ પર બેઠા છે. દુલ્હેરાજાનું નામ સજ્જાદ ચૌધરી છે અને હાથમાં મોબાઈલ લઈને વીડિયો બનાવે છે. જ્યારે પત્ની બેડ પર સૂતી છે. દુલ્હેરાજા કહે છે કે આ જુઓ હું લગ્ન કરીને આવ્યો છું. તેની સુંદર ગોરી પત્ની તરફ ઈશારો કરતા કહે છે કે કલરથી કોઈ ફરક પડતો નથી. બસ દિલથી પ્રેમ કરો પછી રંગથી કોઈ ફરક પડતો નથી. ત્યારબાદ અચાનક પત્ની ઉઠીને કહે છે કે તમે આ બધુ લોકોને દેખાડશો? આપણી પર્સનલ વસ્તુઓ લોકોને દેખાડશો? જેના પર પતિ કહે છે કે મારી પત્ની આટલી સુંદર છે તો હું લોકોને કેમ ન દેખાડું કે મને કેટલી સુંદર પત્ની મળી છે? ત્યારબાદ અચાનક રૂમની લાઈટ જતી રહે છે. આવામાં પતિ વધુમાં કહે છે કે લાઈટ ગયા બાદ જુઓ હું નથી દેખાતો પણ મારી પત્ની દેખાય છે.
સજ્જાદે વધુમાં કહ્યું કે જોઈ રહ્યા છો આટલી સુંદર છોકરી સાથે લગ્ન કર્યા છે. તમે મને જોઈ શકો કે ન જોઈ શકો કશો ફરક પડતો નથી. પરંતુ મારી પત્ની પાસે રહેવાથી હું તેની રોશનીમાં ચમકી ઉઠીશ. ચલો બધા...બાય...પ્રેમ કરો. લગ્ન કરો અને ખુશ રહો. પછી વીડિયો પૂરો થાય છે. મીડિયા રિપોર્ટ મુજબ સજ્જાદ વ્યવસાયે એક કલાકાર છે પરંતુ આ મહિલા સાથે અવારનવાર જોવા મળે છે. આવામાં ZEE24 કલાક આ વીડિયોની કોઈ પુષ્ટિ કરતું નથી. વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળ્યા છે.
આ વીડિયો પર લોકો ખુબ કમેન્ટ કરી રહ્યા છે. વીડિયો પર કમેન્ટ કરતા એક યૂઝરે લખ્યું કે ભાઈ તમારો તો ફક્ત ચહેરો કાળો છે, અમારી તો જિંદગી કાળી છે. અન્ય એક યૂઝરે લખ્યું કે આવા વીડિયો શેર કરીને અમને કેમ બાળી રહ્યા છો? એક યૂઝરે લખ્યું કે કાળો જાદુ આ દુનિયામાં હાજર છે, આજે એ સાબિત થઈ ગયું. બીજા એક યૂઝરે લખ્યું કે રંગ કોઈ મહત્વ ધરાવતો નથી, પરંતુ પૈસા મહત્વ ધરાવે છે.
(Disclaimer: આ એક વાયરલ વીડિયો છે તેના વિશે ZEE 24 કલાક કોઈ જ પુષ્ટિ કરતું નથી. આ એક Prank Video પણ હોઈ શકે છે.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે