નવી દિલ્હીઃ Surya Rashi Parivartan 2022: જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. સૂર્ય ગ્રહ સફળતા, સન્માન, પિતા, ભાઈ, આત્મા, સાહસ અને પરાક્રમનો કારક છે. સૂર્ય જ્યારે પણ રાશિ ગોચર કરે છે તો તેની અસર દરેક રાશિના જાતકોના જીવન પર પડે છે. 16 નવેમ્બરે સૂર્ય ગોચર કરી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી ચુક્યો છે. તેની 4 રાશિના જાતકો પર ખુબ સારી અસર થશે. હવે 16 ડિસેમ્બર 2022 સુધી સૂર્ય આ રાશિમાં રહેશે. આવો જાણીએ સૂર્યના રાશિ પરિવર્તનની કઈ રાશિના જાતકો પર શુભ અસર પડશે.
આ રાશિના જાતકો માટે શુભ છે સૂર્ય ગોચર 2022
સિંહ રાશિ- સૂર્ય ગ્રહ સિંહ રાશિનો સ્વામી છે. તેવામાં સૂર્યના ગોચરની સૌથી વધુ અસર આ રાશિના જાતકો પર રહે છે. વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી ચુકેલ સૂર્ય સિંહ રાશિ માટે શુભ સાબિત થશે. તેમને કરિયરમાં પ્રગતિ મળશે. વેપારમાં લાભ થશે. આવક વધશે, રોકાણ માટે સારો સમય છે. જીવનમાં લગ્ઝરી વધશે. સન્માન વધશે.
વૃશ્ચિક રાશિ- સૂર્ય ગોચર વૃશ્ચિક રાશિમાં થયું છે, જેથી તેની ખુબ વધુ અસર વૃશ્ચિક રાશિના લોકો પર થશે. સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ગોચર આ જાતકોને દરેક કામમાં સફળતા અપાવશે. માન સન્માન વધશે. ધન લાભનો પણ યોગ છે. સ્વાસ્થ્ય સારૂ થશે.
આ પણ વાંચોઃ 24 નવેમ્બરથી ગુરૂ માર્ગી થશે, અચાનક જાગી જશે આ પાંચ રાશિનું ઊંઘી ગયેલું ભાગ્ય
કુંભ રાશિ- સૂર્યનું રાશિ પરિવર્તન કુંભ રાશિ માટે પણ શુભ રહેશે. તેમને ધન લાભ થઈ શકે છે. પૈસા કમાવવા માટેનો વિકલ્પ બનશે. બેન્ક બેલેન્સ વધશે. તમારી પ્રશંસા થશે.
મીન રાશિ- મીન રાશિના જાતકોને સૂર્ય ગોચરનો લાભ થશે. અટવાયેલા કામ પૂરા થશે. ખાસ કરીને શિક્ષણ સાથે જોડાયેલા લોકોને તેનો મોટો ફાયદો થઈ શકે છે. સારા સમાચાર મળી શકે છે. પરિવારમાં સહયોગ અને સુખ-શાંતિનો માહોલ રહેશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માન્યતાઓ અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે